Not Set/ પાટણ: નવરાત્રિ સાથે પલ્લી મહોત્સવનો પ્રારંભ

પાટણ, પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે  નવરાત્રિનો ભક્તિ ભાવપૂર્વક પ્રારંભ થયો છે. જેને લઇને સિધ્ધપુરમાં આસો સુદ ચોથથી લઇને આઠમ તેમજ ચૌદશના યોજાતા પરંપરાગત પલ્લી મહોત્સવનો પ્રારંભ થયો છે. સિધ્ધપુરમાં આસો સુદ ચોથના રોજ જડીયાવીરદાદા મંદિરે પલ્લી મેળો ભરાયો હતો. અહીં વસતા સોમપુરા જ્ઞાતિ સમાજના લોકો દ્વારા આયોજન કરવામાં આવે છે. આ અંગે સોમપુરા પરિવાર જનોના […]

Gujarat
mantavyanews 5 પાટણ: નવરાત્રિ સાથે પલ્લી મહોત્સવનો પ્રારંભ

પાટણ,

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે  નવરાત્રિનો ભક્તિ ભાવપૂર્વક પ્રારંભ થયો છે. જેને લઇને સિધ્ધપુરમાં આસો સુદ ચોથથી લઇને આઠમ તેમજ ચૌદશના યોજાતા પરંપરાગત પલ્લી મહોત્સવનો પ્રારંભ થયો છે.

સિધ્ધપુરમાં આસો સુદ ચોથના રોજ જડીયાવીરદાદા મંદિરે પલ્લી મેળો ભરાયો હતો. અહીં વસતા સોમપુરા જ્ઞાતિ સમાજના લોકો દ્વારા આયોજન કરવામાં આવે છે. આ અંગે સોમપુરા પરિવાર જનોના જણાવ્યા પ્રમાણે વર્ષો પહેલા વડવાઓ એક ગામથી બીજે ગામ જવા માટે નીકળે ત્યારે સાથે દોરી અને લોટો લઇ જતા અને તેના વડે રસ્તામાં આવતા કુવામાંથી પાણી નીકળીને તરસ છિપાવતા.

ત્યારે સોમપુરા સમાજના વડવાઓ જાત્રાએ નીકળ્યા ત્યારે તેમની સાથે લીધેલો લોટો કાણો નીકળ્યો ત્યારે રસ્તામાં એક સાધુએ મરી આપ્યું જે મરી લોટમાં લગાવતા લોટમાંથી પાણી નીકળવાનું બંધ થઇ ગયું.

જયારે વધેલું મરી તેમની પાઘડીમાં મૂક્યું અને ઘરે મૂકી દીધી હતી કોઈ સારો પ્રસંગ આવે ત્યારે પાઘડી પહેરતા ત્યારે તેમની સપનામાં આવીને જણાવ્યું કે હું વીર છું મારી સ્થાપના કરો જેથી આસોસુદ ના રોજ આ સ્થાનકે તેમની સ્થાપના કરી મંદિર બનાવવામાં આવ્યું. સોમપુરા સમાજના લોકોને રસ્તામાંથી જડ્યા હોવાથી તેમનું નામ જડીયાવીરદાદા પાડવામાં આવ્યું અને ત્યારથી દર આસોસુદ પાંચમના રોજ અહીં ભવ્ય પલ્લી મેળો ભરાય છે.