Not Set/ વિદ્યાર્થીઓની સામે ૬ અજાણ્યા શખ્સે ધારદાર ચપ્પુથી કરી નાખી પ્રિન્સીપાલની હત્યા

બેંગ્લોર બેંગ્લોરમાં ૬ લોકોએ ભેગા મળીને વિદ્યાર્થીઓની સામે પ્રિન્સીપાલની હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે.આ ઘટના ત્યારે બની છે જયારે પ્રિન્સીપાલ ક્લાસમાં ભણાવી રહ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે અગ્રહરા દસરહલ્લી  શહેરમાં હવાનુર પબ્લિક સ્કુલના પ્રિન્સીપાલ ૬૦ વર્ષીય રંગનાથ વિદ્યાર્થીઓને રોજીંદા સમય પ્રમાણે ભણાવી રહ્યા હતા. તે દરમ્યાન ૬ લોકોના ટોળાએ આવીને ધારદાર હથિયારથી  હત્યા […]

India Trending
mo વિદ્યાર્થીઓની સામે ૬ અજાણ્યા શખ્સે ધારદાર ચપ્પુથી કરી નાખી પ્રિન્સીપાલની હત્યા

બેંગ્લોર

બેંગ્લોરમાં ૬ લોકોએ ભેગા મળીને વિદ્યાર્થીઓની સામે પ્રિન્સીપાલની હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે.આ ઘટના ત્યારે બની છે જયારે પ્રિન્સીપાલ ક્લાસમાં ભણાવી રહ્યા હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અગ્રહરા દસરહલ્લી  શહેરમાં હવાનુર પબ્લિક સ્કુલના પ્રિન્સીપાલ ૬૦ વર્ષીય રંગનાથ વિદ્યાર્થીઓને રોજીંદા સમય પ્રમાણે ભણાવી રહ્યા હતા.

તે દરમ્યાન ૬ લોકોના ટોળાએ આવીને ધારદાર હથિયારથી  હત્યા કરીને ફરાર થઇ ગયા હતા.ફરાર થયેલા આરોપીઓને પોલીસ દ્વારા મહાલક્ષ્મી વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યા હતા.

આ આરોપીઓએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો જેમાં એક પોલીસને પગમાં ઈજા પહોચી હતી.

પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે પરંતુ પોલીશને આશંકા છે કે આ હત્યા કરવા પાછળ સ્કુલની બિલ્ડીંગનો વિવાદ હોઈ શકે છે.