Not Set/ આસામ ફેક એન્કાઉન્ટર કેસ : આર્મી કોર્ટે મેજર જનરલ સહિત ૭ને ફટકારી આજીવન કેદની સજા

ગુહાવટી, આસામમાં વર્ષ ૧૯૯૪માં કરાયેલા ફેક એન્કાઉન્ટર મામલે આર્મી કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આર્મી કોર્ટ દ્વારા ૫ યુવકોના કરાયેલા ફેક એન્કાઉન્ટરના કેસ મામલે સેનાના ૭ કર્મચારીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આસામમાં ફેક એન્કાઉન્ટર કેસમાં આજીવન કેદની સજા જે સેના કર્મચારીઓને ફટકારવામાં આવી છે, એમાં એક પૂર્વ મેજર જનરલ, ૨ કર્નલ અને ૪ […]

Top Stories India Trending
fake encounter આસામ ફેક એન્કાઉન્ટર કેસ : આર્મી કોર્ટે મેજર જનરલ સહિત ૭ને ફટકારી આજીવન કેદની સજા

ગુહાવટી,

આસામમાં વર્ષ ૧૯૯૪માં કરાયેલા ફેક એન્કાઉન્ટર મામલે આર્મી કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આર્મી કોર્ટ દ્વારા ૫ યુવકોના કરાયેલા ફેક એન્કાઉન્ટરના કેસ મામલે સેનાના ૭ કર્મચારીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

આસામમાં ફેક એન્કાઉન્ટર કેસમાં આજીવન કેદની સજા જે સેના કર્મચારીઓને ફટકારવામાં આવી છે, એમાં એક પૂર્વ મેજર જનરલ, ૨ કર્નલ અને ૪ અન્ય સૈનિકોનો શામેલ છે.

આ નિર્ણય આસામના ડિબ્રુગઢ જિલ્લાના ડીન્જન સ્થિત ૨ ઇન્ફેન્ટ્રી માઉન્ટેન ડિવિઝનમાં થયેલા કોર્ટ માર્શલ દ્વારા આપવામાં આવ્યો છે. જોકે સેનાના ટોપ લેવલ પરથી આ સજાના એલાન અંગે કોઈ પૃષ્ટિ કરાઈ નથી.

મેજર જનરલ સહિત ૭ને ફટકારવામાં આવી આજીવન કેદની સજા

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, જે સાત લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે,જેમાં મેજર જનરલ એ કે લાલ, કર્નલ થોમસ મૈથ્યુ, કર્નલ આર એસ સિબિરેન, જુનિયર કમિશંડ ઓફિસર અને નોન કમિશંડ ઓફિસર દિલીપ સિંહ, જગદેવ સિંહ અને શિવેંદર સિંહનો સમાવેશ થાય છે.

નવો કોર્ટ માર્શલનો નિર્ણય ઓલ અસમ વિધાથી યુનિયન )AASU)ના કાર્યકર્તાઓ પ્રાબીન સોનોવાલ પ્રદીપ દત્તા, દેબાજીત બિસ્વાસ, અખિલ સોનોવાલ અને ભાબેન મોરનની હત્યાના મામલામાં આવ્યો છે.

આ તમામ ૫ એક્ટિવિસ્ટસને પંજાબ રેજિમેન્ટની એક યુનિટ દ્વારા અન્ય ૪ લોકો સાથે ૧૪ ફેબ્રુઆરીથી ૧૯ ફેબ્રુઆરી,૧૯૯૪ વચ્ચે તિનસુકિયા જિલ્લાની અલગ-અલગ જગ્યાઓ પરથી ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ લોકોને ૨૩ ફેબ્રુઆરી, ૧૯૯૪માં કુખ્યાત ડાંગરી ફેક એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યા હતા.