Not Set/ નિષ્ણાંતોની આગાહી કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે સપ્ટેમ્બરમાં

અમદાવાદ હોય કે વડોદરા રાજ્યના દરેક શહેરમાં ખાણીપીણી માટે લોકોની ભીડ જોવા મળે છે. જ્યારે એવી વ્યક્તિઓ પણ છે જે લાઇનમાં ઉભા રહીને પેકીંગમાં જંકફૂડ લઇ જાય છે. પરંતુ આ લોકોને ખ્યાલ નથી કે માત્ર હોટર રેસ્ટોરન્ટ, કે ખાણી-પીણીની લાળી પર ઉભા રહીને ખાનારા લોકો જ નહીં પરંતુ આ રીતે ભીડમાં ઉભા રહેવાથી નિયમોનું પાલનના કરવાથી પણ કોરોના થાય છે

Gujarat
19 નિષ્ણાંતોની આગાહી કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે સપ્ટેમ્બરમાં

દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી છે. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હવે બીજી લહેરની અસર ઓછી થઇ રહી છે. ત્યારે નિષ્ણાંતોએ સપ્ટેમ્બરની શરૂઆતમાં કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરી છે. પરંતુ હજુ સુધી લોકો કોરોનાની બીજી ઘાતકી લહેરથી કઇ શીખ્યા હોય તેમ લાગી રહ્યુ નથી. કારણ કે રાજ્યમાં લોકો બેફિકરથી ફરતા જોવા મળે છે. શનિ-રવિની રજાઓમાં રાત્રી ખાણીપીણી બજારમાં લોકો ક્યારેય ક્યાંય નિકળ્યા જ ના હોય તેમ નિકળી પડે છે. સામાજિક અંતર તો ઠીક પણ માસ્ક પણ પહેરેલા નથી હોતા.

લોકોને દંડની પણ અસર નથી

સરકારે સામાજિક અંતર જાળવવા, માસ્ક ન પહેરવા બદલ વ્યક્તિને આકારા દંડનો નિયમ કર્યો હોવા છતાં લોકો કોઈ નિયમોનું  પાલન નથી કરી રહ્યા. આવનાર દિવસોમાં અનેક તહે વારો અને ઉત્સવો આવી રહ્યા છે તેને લઈને સરકાર પણ અસમંજસમાં મૂકાઈ છે કારણ કે લોકો દરેક તહેવાર ઉત્સાહથી ઉજવવા ઇચ્છે છે. જો આવી સ્થિતી સર્જાશે તો કોરોનાની ત્રીજી લહેર વધુ ગંભીર સ્વરૂપ લઇ શકે છે.

co 2 નિષ્ણાંતોની આગાહી કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે સપ્ટેમ્બરમાં

ફરજ ભુલી રહ્લોયા છે

વિદેશોમાં કોરોનાના સૌથી ઘાતક ડેલ્ટા પ્લસ વેરીઅન્ટની લહેર ચાલી રહી છે. ભારતમાં પણ તે ટૂંક સમયમાં આવશે તેવુ નિષ્ણાતાનું કહેવુ છે. કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત વૃદ્ધ વ્યક્તિઓ અને બાળકો થાય તેવી શક્યતા છે. તેમ છતાય લોકો કોરોનાની ગાઈડલાઈનને નજરઅંદાઝ કરી રહ્યા છે. એક તરફ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારને કોરોનાના મૃતકોને સહાય આપવાનું કહી રહી છે. ત્યારે બીજી તરફ એક પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે જો લોકો આવી જ બેફિકરાઈ કરે તો પછી સરકારને કેવી રીતે જવાબદાર ઠેરવી શકાય.

coroooo નિષ્ણાંતોની આગાહી કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે સપ્ટેમ્બરમાં

અમુક વ્યક્તિના કારણે પરિસ્થિતી કપરી

કોરોનામાં એક વ્યક્તિ કેટલાયને સંક્રમિત કરે છે. જે વ્યક્તિ નિયમોનુ પાલન નથી કરતા તે એવી વ્બીયક્જાતિને પણ સંક્રમિત કરે છે જે નિયમોનું સારી રીતે પાલન કરતા હોય. અમદાવાદ હોય કે વડોદરા રાજ્યના દરેક શહેરમાં ખાણીપીણી માટે લોકોની ભીડ જોવા મળે છે. જ્યારે એવી વ્યક્તિઓ પણ છે જે લાઇનમાં ઉભા રહીને પેકીંગમાં જંકફૂડ લઇ જાય છે. પરંતુ આ લોકોને ખ્યાલ નથી કે માત્ર હોટર રેસ્ટોરન્ટ, કે ખાણી-પીણીની લાળી પર ઉભા રહીને ખાનારા લોકો જ નહીં પરંતુ આ રીતે ભીડમાં ઉભા રહેવાથી નિયમોનું પાલનના કરવાથી પણ કોરોના થાય છે.

કોરોનાની ત્રીજી લહેર ધાતક છે અને વર્તમાન સમયમાં કોરોનાથી રાહત મળી રહી છે તો નિયમોનું અનુકરણ કરી ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા મજબુત બનવાનો સમય આવી ગયો છે.