Not Set/ સુરત: સિક્યુરીટી અને કુરિયરવાળા વચ્ચે થયું જોરદાર ધીંગાણું, પોલીસ તો જોતી જ રહી ગઈ

સુરત, સુરતમાં પોલીસની હાજરીમાં મારમારી થઇ હોવાની ઘટના સામે આવી છે. કુબેરજી ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સિક્યુરિટી અને કુરિયરવાળા વચ્ચે બબાલ થઇ હતી. જો કે આ બબાલે ગણતરીની મિનિટોમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં લાકડી અને ઢોકા વચ્ચે મારામારી થઇ હતી. પોલીસની હાજરીમાં થયેલી આ મારામારી કાયદાના લીરેલીરા ઉડાવી દીધા હતા. […]

Top Stories Gujarat Surat Videos
mantavya 35 સુરત: સિક્યુરીટી અને કુરિયરવાળા વચ્ચે થયું જોરદાર ધીંગાણું, પોલીસ તો જોતી જ રહી ગઈ

સુરત,

સુરતમાં પોલીસની હાજરીમાં મારમારી થઇ હોવાની ઘટના સામે આવી છે. કુબેરજી ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સિક્યુરિટી અને કુરિયરવાળા વચ્ચે બબાલ થઇ હતી.

જો કે આ બબાલે ગણતરીની મિનિટોમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં લાકડી અને ઢોકા વચ્ચે મારામારી થઇ હતી. પોલીસની હાજરીમાં થયેલી આ મારામારી કાયદાના લીરેલીરા ઉડાવી દીધા હતા. જાણે આ અસામાજિક તત્વોને કાયદોને કોઇ ડર જ નથી તેમ લાગી રહ્યું હતુ.

જો કે એક સમયે તો પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને જોઇ રહી હતી. કેમ પોલીસે આ અસામાજિક તત્વોને ઘટના સ્થળે પકડીને કાર્યવાહી ન કરી.

મહત્વની વાત તો એ છે કે રાજ્યભરમાં એવા ઘણા વિડીયો વાઇરલ થયા છે કે જેમાં પોલીસ આરોપીઓને ખુલ્લેઆમ જાહેરમાં માર મારી રહી હોય. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સુરતમાં પોલીસની હાજરીમાં થયેલી મારમારીમાં પોલીસે કેમ ઢીલી પડી. પોલીસે કેમ ઢીલીનિતી અપનાવી. તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.