Ahmedabad/ મારા ભાઈને છોડી દે નહીંતર અપહરણ કરાવી રેપ કરી નાખીશ, પ્રેમીના ભાઈની યુવતીને ધમકી

મારા ભાઈને છોડી દે નહીંતર અપહરણ કરાવી રેપ કરી નાખીશ, પ્રેમીના ભાઈની યુવતીને ધમકી

Ahmedabad Gujarat
covid 10 મારા ભાઈને છોડી દે નહીંતર અપહરણ કરાવી રેપ કરી નાખીશ, પ્રેમીના ભાઈની યુવતીને ધમકી
  • પ્રેમીના ભાઈએ પ્રેમીની માહિતી ન આપતા નરોડામાં ફરિયાદ

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં યુવતીએ પોતાના જ પ્રેમીના ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે…યુવતીને સાત મહિના પહેલા રાજેન્દ્રસિંહ ચૌહાણ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ લગ્ન કરવાનું કહ્યું હતું પરંતુ બે મહિના પહેલા નવેમ્બરમાં યુવતીનો પ્રેમી સાથેનો સંપર્ક તુટી જતાં યુવતી પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી. પરંતુ પ્રેમી યુવક ઘરે ન મળતા યુવતી પરત ફરી ગઈ હતી. તે બાદ યુવકના ભાઈ શામલસિંહ ચૌહાણે યુવતીને ફોન કરીને ઘરે કેમ આવી તેમ કહીને બોલાચાલી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

થોડાક દિવસો બાદ યુવતીએ ફરી પ્રેમીનો સંપર્ક કરતા તેના ભાઈએ ફોન પર યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને નરોડા મળવા બોલાવી જ્યાં યુવતીને ગંદી ગાળો આપી અને કહ્યું હતું કે મારા ભાઈ રાજેન્દ્રસિંહને છોડી દે, નહીં તો હું તને કાપીને ફેંકી દઈશ કે તારું અપહરણ કરીને તારો રેપ કરી નાખીશ. જેથી યુવતી ગભરાઈ જતા પોલીસને ફોન કરીને પોલીસ બોલાવી હતી.. યુવતીને પ્રેમી રાજેન્દ્રસિંહ ચૌહાણ સાથે લગ્ન કરવા હોવાથી તે સમયે ફરિયાદ ન નોંધાવતા માત્ર અરજી આપી હતી.

ત્રણ દિવસ પછી યુવતીએ પ્રેમીના ભાઈ શામલસિંહ ચૌહાણને ફોન કરતાં શામલસિંહે યુવતીને ફોન પર જણાવ્યું હતું કે રાજેન્દ્રસિંહના ઘરે તને નહીં જ રહેવા દઉં અને રાજેન્દ્રસિંહ ક્યાં છે તે બાબતે પણ કોઈ માહિતી ન આપતા અંતે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…