Not Set/ સૌરાષ્ટ્રની કઈ મહાનગરપાલિકામાં ક્યારે આવશે વેક્સિન, શું છે તૈયારીઓ ?

દેશભરમાં કોરોના વિકસીનનાં આગમનને લઇને જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે, કેન્દ્ર સરકારના આદેશ બાદ તમામ રાજ્યોમાં વેક્સિનેશનની કામગીરી માટેની પ્રાથમિક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના

Top Stories Gujarat Rajkot
a 58 સૌરાષ્ટ્રની કઈ મહાનગરપાલિકામાં ક્યારે આવશે વેક્સિન, શું છે તૈયારીઓ ?

દેશભરમાં કોરોના વેક્સિનનાં આગમનને લઇને જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે, કેન્દ્ર સરકારના આદેશ બાદ તમામ રાજ્યોમાં વેક્સિનની કામગીરી માટેની પ્રાથમિક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં હેલ્થ વર્કર્સના લિસ્ટ તૈયાર થઈ ચૂક્યા છે. ક્યારે અને કોને આપવામાં આવશે તે અંગે કેન્દ્ર સરકારના આદેશ બાદ જાહેર કરવામાં આવશે. પરંતુ રાજકોટના સૌરાષ્ટ્ર ઝોનની નાયબ નિયામક આરોગ્ય કચેરીમાં તેની કામગીરી શરૂ થઇ ચુકી છે.

આ પણ વાંચો : ફેબ્રુઆરીમાં રાજકોટ સહિત આ 6 મહાપાલિકાઓની યોજાશે ચૂંટણી

સૌરાષ્ટ્રના હેલ્થ વર્કર્સને વેગ આપવા માટે સૌથી પહેલા અહીં એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ તેને વિશાળ ફ્રીઝર અને કુલરમાં રાખ્યા બાદ રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લા તેમજ રાજકોટ જામનગર અને જૂનાગઢ મહાનગર પાલિકાને વેક્સિનને પહોંચાડવામાં આવશે. આ અંગે સૌરાષ્ટ્રના નાયબ નિયામક કચેરીમાં કાર્યકરતા તબીબી સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : સરાગામે દંપતીએ સજોડે ખાધો ગળેફાસો, આત્મહત્યાથી સમગ્ર પંથકમા ચકચાર

રિજિયોનલ ડિરેક્ટર કચેરીના અધિકૃત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારમાંથી આદેશ આપવામાં આવ્યો છે કે મોટા વોક ઈન ફ્રીઝરની જગ્યા અહીં રાખવી અને આ ફ્રીઝરમાં 25 ડિગ્રી સુધીનું તાપમાન રહે છે જેમાં વેક્સિનનાસ્ટોરેજ કરવામાં આવશે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે સ્ટોરમાં પહેલા વેક્સિન આવશે અને ત્યાંથી આરોગ્ય કેન્દ્રમાં મોકલાશે. આ માટે ફ્રીઝ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ફ્રીજમાંથી આઈસ પેકની સાથે વ્યક્તિને કોલ્ડ બોક્સમાં મૂકી અને વેન મારફત મોકલવામાં આવશે, શહેરના ત્રણેય તબીબોને 21 આરોગ્ય કેન્દ્ર પર એક દિવસમાં તમામ સ્થળો પર વ્યક્તિને પહોંચાડવાની કામગીરી માટેની નિર્દેશિકા આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : વડોદરાના દેણા ગામ પાસેથી ધો. 10ના વિદ્યાર્થીનો મૃતદેહ મળતા મચ્યો ચકચાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…