અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ ફટાકડાના એક મોટા ગોડાઉનમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પણ આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે આગની ઘટનાને લઈ અફરા તફરી મચી છે. ત્યારે આગમાં ચાર મજૂરો જીવતા ભૂંજાયા છે.
ગાંધીનગર અને હિંમતનગરની ગાડીઓ આગને કાબુમાં લેવા બોલાવવામાં આવી છે. હાલ મોડાસાની ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગના કારણે મોટું નુકશાન થવાની ભીતિ છે. અંદર ફસાયેલા ૫ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, 35 થી 40 લોકો ફસાયાના તંત્ર દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગમાં ચાર મજૂરોના મોત થયા હતા. લલિત, અજય, રામભાઈ, સાજન નામના મજૂરોના મોત થયા છે. આગમાં બે વાહનો બળીને ખાખ થયા છે. ત્યારે આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોના ટોળા છૂટાં પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે ટ્રાફિકજામ ન થાય તે માટે પણ કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની
આ પણ વાંચો:બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ
આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…
આ પણ વાંચો:2 વર્ષની સજા પર રાહુલ ગાંધીને કોઈ રાહત નથી, 5 કલાકથી વધુ ચાલી દલીલો; જાણો કોણે શું કહ્યું?