Not Set/ #INDvNZ : બોલ્ટના પંજા સામે ઢેર થઇ વિરાટ સેના, ન્યુઝીલેન્ડે ૮ વિકેટે મેળવી શાનદાર જીત

હેમિલ્ટન, હેમિલ્ટનમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ચોથી વન-ડેમાં યજમાન ન્યુઝીલેન્ડની ટીમનો ૮ વિકેટે એકતરફી વિજય થયો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમ ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટના ઘાતક સ્પેલ સામે માત્ર ૯૨ રનમાં સમેટાઈ ગઈ હતી અને ન્યુઝીલેન્ડને ૯૩ રનનો આશાન લક્ષ્ય આપ્યો હતો. ભારત દ્વારા આપવામાં આવેલા આ ટાર્ગેટને યજમાન […]

Top Stories Trending Sports
qck 614b8 1548908175 #INDvNZ : બોલ્ટના પંજા સામે ઢેર થઇ વિરાટ સેના, ન્યુઝીલેન્ડે ૮ વિકેટે મેળવી શાનદાર જીત

હેમિલ્ટન,

હેમિલ્ટનમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ચોથી વન-ડેમાં યજમાન ન્યુઝીલેન્ડની ટીમનો ૮ વિકેટે એકતરફી વિજય થયો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમ ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટના ઘાતક સ્પેલ સામે માત્ર ૯૨ રનમાં સમેટાઈ ગઈ હતી અને ન્યુઝીલેન્ડને ૯૩ રનનો આશાન લક્ષ્ય આપ્યો હતો.

DyN54ByU8AAC o6 #INDvNZ : બોલ્ટના પંજા સામે ઢેર થઇ વિરાટ સેના, ન્યુઝીલેન્ડે ૮ વિકેટે મેળવી શાનદાર જીત

ભારત દ્વારા આપવામાં આવેલા આ ટાર્ગેટને યજમાન ટીમે માત્ર ૧૪.૪ ઓવરમાં જ વટાવી ૮ વિકેટે જીત હાંસલ કરી હતી. આ હાર બાદ પણ પાંચ મેચની શ્રેણીમાં ભારત ૩-૧થી આગળ છે.

ભારત માત્ર ૯૨ રનમાં થયું ઓલઆઉટ

#INDvNZ : બોલ્ટના પંજા સામે ઢેર થઇ વિરાટ સેના, ન્યુઝીલેન્ડે ૮ વિકેટે મેળવી શાનદાર જીત

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને બંને ઓપનર બેટ્સમેન ૨૩ રનના સ્કોરે જ પેવેલિયનમાં ભેગા થયા હતા. રોહિત શર્મા ૭ રન, શિખર ધવન ૧૩ રન, શુભમાન ગીલ ૯ રન, અંબાતી રાયડુ ૦ રન, દિનેશ કાતિક ૦ રન, કેદાર જાધવ ૧ રન બનાવી આઉટ થયા હતા. જયારે હાર્દિક પંડ્યાર ૧૬ રન તેમજ યુજ્વેન્દ્ર ચહલે ૧૮ રન બનાવ્યા હતા.

ન્યુઝીલેન્ડની ટીમ તરફથી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ ૫ વિકેટ ઝડપી હતી, જયારે ગ્રાન્ડહોમે ૩ વિકેટ ઝડપી હતી.