Not Set/ ઉંમર – 83 વર્ષ કરતાં પણ વધુ, છતાંય જુસ્સો યુવાનોને પણ શરમાવે તેવો, ચાલીને કરી ચૂક્યા છે પૃથ્વીની પ્રદક્ષિણા

પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળેલા સબળસિંહને વિદેશમાં જતા પહેલાં ઘણા લોકોએ ટોક્યા હતા અને અજુગતી વાતો કરી હતી. જો કે સબળસિંહ પોતાનો નિર્ધાર પૂરો કરવા નીકળ્યા હતા, 

Top Stories Ahmedabad Gujarat
કન્યાકુમારી ઉંમર - 83 વર્ષ કરતાં પણ વધુ, છતાંય ચાલીને કરી ચૂક્યા છે પૃથ્વીની

અત્યારે ઘણા લોકો એવા છે જેમનું ચાલવાનું ઓછું થઈ ગયું છે અથવા તો ઈચ્છા હોવા છતાં વ્યસ્ત શિડ્યૂલને કારણે બહાર ચાલવા જઈ શકતા નથી. ત્યારે અમદાવાદના એક વૃદ્ધ એવા છે જેઓ અત્યાર સુધીમાં ત્રણ લાખ કિલોમીટરથી વધુનું અંતર ચાલી ચૂક્યા છે. એટલું જ નહીં પણ અમદાવાદથી કન્યાકુમારી સુધી ચાલીને જઈ આવ્યા છે. કોણ છે આ વૃદ્ધ આવો જોઈએ..

  • અમદાવાદના વોકિંગ મેન
  • ઉંમર – 83 વર્ષ કરતાં પણ વધુ
  • પરંતુ જુસ્સો યુવાનોને પણ શરમાવે તેવો
  • ચાલવાનો છે ખૂબ શોખ
  • ચાલીને કરી ચૂક્યા છે પૃથ્વીની પ્રદક્ષિણા
  • પગે ચાલીને કાપી ચૂક્યા છે સાડા ત્રણ લાખ કિમી જેટલું અંતર

અમદાવાદના પાલડીમાં રહેતા સબળસિંહ વાળા જેવું નામ છે તેવા જ તેમના ગુણ ધરાવે છે.  ઉંમર ભલે 83 વર્ષ કરતા વધુ હોય પરંતુ તેમનું બળ સહેજ પણ ઓછું નથી થયું. વર્ષોથી તેઓ ચાલવાનો શોખ ધરાવે છે. ધોરણ સાતમાથી તેમણે ચાલવાનું શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખ કિલોમીટર જેટલું અંતર કાપી ચૂક્યા છે.

અભ્યાસ માટે પરાણે ચાલવાની થયેલી શરૂઆત ધીમે ધીમે શોખમાં પરિણમી. અને  અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડેયઝ નામનું પુસ્તક તેમણે વાંચ્યું અને તેમાંથી તેમને ચાલીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની ઈચ્છા થઈ. પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળેલા સબળસિંહને વિદેશમાં જતા પહેલાં ઘણા લોકોએ ટોક્યા હતા અને અજુગતી વાતો કરી હતી. જો કે સબળસિંહ પોતાનો નિર્ધાર પૂરો કરવા નીકળ્યા હતા,  જે પૂરો કરીને જ રહ્યા એટલું જ નહીં પણ તેમને વિદેશની ધરતી પર ઘણો સારો અનુભવ થયો.

સબળસિંહના ચાલવાના શોખ અંગે પુસ્તકો પણ લખાઈ ચૂક્યા છે. તેઓ સરકારી નોકરી પણ કરી ચૂક્યા છે. જો કે સરકારી નોકરી તેમના ચાલવાના શોખમાં ક્યાંય અવરોધરૂપ ન બની. ઉલટાનું તેમના સહકર્મીઓએ તેમના શોખ વિશે જાણીને તેમને સહાય કરી. સબળસિંહનું માનવું છે કે ચાલવું એ સારામાં સારી કસરત છે તેથી લોકોએ ચાલતા રહેવું જોઈએ. તેનાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.

Crime / પિતાની સારવારના બહાને આવ્યો અમદાવાદ, અને બનાવ્યા AK 47ના પાર્ટસ

National / ભગવાન તેમને બાળકો આપે જેથી તેઓ પરિવારવાદ કરી શકે : લાલુ યાદવનો PM મોદી અને નીતિશ કુમાર પર કટાક્ષ

અમદાવાદ / સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને ધ વોઇસ ઓફ ધ કસ્ટમર’ એવોર્ડ એનાયત