Photos/ ભારતની 10 શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ જાહેર, જાણો ‘શોલે’ સિવાય કઇ ફિલ્મોનો સમાવેશ

FIPRESCI-ભારતના 30 સભ્યોએ ગુપ્ત રીતે મતદાન કર્યું હતું અને સૌથી વધુ મતોના આધારે દેશની શ્રેષ્ઠ 10 ફિલ્મોની યાદી બનાવવામાં આવી છે, જે નીચે મુજબ છે…

Top Stories Photo Gallery
શ્રેષ્ઠ 10 ફિલ્મોની

ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ ક્રિટીક્સ (FIPRESSI) ના ઈન્ડિયા ચેપ્ટર દ્વારા તાજેતરમાં એક મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભારતની 10 શ્રેષ્ઠ ફિલ્મોની યાદી બહાર પાડવામાં આવી છે. આ એક ગુપ્ત મતદાન હતું, જેના માટે FIPRESCI-ભારતના 30 સભ્યોએ ગુપ્ત રીતે મતદાન કર્યું હતું અને સૌથી વધુ મતોના આધારે દેશની શ્રેષ્ઠ 10 ફિલ્મોની યાદી બનાવવામાં આવી છે, જે નીચે મુજબ છે…

સત્યજીત રે દ્વારા નિર્દેશિત બંગાળી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ આ યાદીમાં ટોચ પર છે. 1955માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં સુબીર બેનર્જી, કનુ બેનર્જી અને કરુણા બેનર્જીએ અભિનય કર્યો હતો.

box office9 ભારતની 10 શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ જાહેર, જાણો 'શોલે' સિવાય કઇ ફિલ્મોનો સમાવેશ

આ ઉપરાંત બીજા સ્થાને 1960માં રિલીઝ થયેલી બંગાળી ફિલ્મ ‘મેઘે ઢાકા તારા’ છે. હૃતિક ઘટક દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં સુપ્રિયા ચૌધરી, અનિલ ચેટર્જી અને ગીતા ઘટક મુખ્ય ભૂમિકામાં હતા.

box office8 ભારતની 10 શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ જાહેર, જાણો 'શોલે' સિવાય કઇ ફિલ્મોનો સમાવેશ

ત્રીજા સ્થાને મૃણાલ સેન દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ‘ભુવન શોમ’ રહી હતી. ઉત્પલ દત્ત અને સુહાસિની મુલે અભિનીત આ ફિલ્મ 1969માં રિલીઝ થઈ હતી.

box office7 ભારતની 10 શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ જાહેર, જાણો 'શોલે' સિવાય કઇ ફિલ્મોનો સમાવેશ

1981ની મલયાલમ ફિલ્મ ‘એલિપથાયમ’ ભારતની ચોથી શ્રેષ્ઠ ફિલ્મ છે. કરમણ જનાર્દન નાયર અને શારદા અભિનીત આ ફિલ્મનું નિર્દેશન અદૂર ગોપાલકૃષ્ણએ કર્યું હતું.

box office6 ભારતની 10 શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ જાહેર, જાણો 'શોલે' સિવાય કઇ ફિલ્મોનો સમાવેશ

ગિરીશ કાસરાવલ્લીની દિગ્દર્શિત પ્રથમ કન્નડ ફિલ્મ ‘ઘટાશ્રદ્ધા’ પાંચમી શ્રેષ્ઠ ફિલ્મ છે, જેમાં મીના કુટ્ટપ્પા, અજિત કુમાર અને નારાયણ ભટ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 1977માં સ્ક્રીન પર આવી હતી.

box office5 ભારતની 10 શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ જાહેર, જાણો 'શોલે' સિવાય કઇ ફિલ્મોનો સમાવેશ

1973માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગર્મ હવા’ પણ આ યાદીમાં સામેલ છે. બલરાજ સાહની, ફારૂક શેખ અભિનીત આ ફિલ્મનું નિર્દેશન એમ.એસ. સત્યાએ કર્યું.

box office4 ભારતની 10 શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ જાહેર, જાણો 'શોલે' સિવાય કઇ ફિલ્મોનો સમાવેશ

સાતમા નંબરે બંગાળી ફિલ્મ ‘ચારુલતા’ છે, જેનું દિગ્દર્શન સત્યજીત રેએ કર્યું હતું. 1964ની આ ફિલ્મમાં સૌમિત્ર ચેટર્જી અને માધવી મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા.

box office3 ભારતની 10 શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ જાહેર, જાણો 'શોલે' સિવાય કઇ ફિલ્મોનો સમાવેશ

અનંત નાગ, શબાના આઝમી, સાધુ મહેર અને પ્રિયા તેંડુલકર અભિનીત ‘અંકુર’ શ્યામ બેનેગલ દ્વારા દિગ્દર્શિત 8મી શ્રેષ્ઠ ફિલ્મ છે. આ ફિલ્મ 1974માં રિલીઝ થઈ હતી.

box office2 ભારતની 10 શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ જાહેર, જાણો 'શોલે' સિવાય કઇ ફિલ્મોનો સમાવેશ

ગુરુ દત્ત, માલા સિન્હા અને વહીદા રહેમાન અભિનીત ફિલ્મ ‘પ્યાસા’ યાદીમાં 9મા નંબરે છે. 1957માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન ગુરુ દત્તે કર્યું હતું.

box office1 ભારતની 10 શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ જાહેર, જાણો 'શોલે' સિવાય કઇ ફિલ્મોનો સમાવેશ

રમેશ સિપ્પી દ્વારા નિર્દેશિત, શોલે એ 10મી શ્રેષ્ઠ ભારતીય ફિલ્મ છે, જેમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, જયા બચ્ચન, હેમા માલિની, સંજીવ કુમાર અને અમજદ ખાન અભિનિત છે. આ ફિલ્મ 1975માં રિલીઝ થઈ હતી.

box office ભારતની 10 શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ જાહેર, જાણો 'શોલે' સિવાય કઇ ફિલ્મોનો સમાવેશ

આ પણ વાંચો:ગુજરાતમાં કુટુંબ પેન્શન યોજનાના નિયમો બદલાતા દિવ્યાંગ બાળકોને ફાયદો

આ પણ વાંચો:ગુજરાતમાં 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક ચલણ નહીં કપાય, ચૂંટણી પહેલા ગૃહમંત્રીની મોટી જાહેરાત

આ પણ વાંચો:ચેસના શોખીન અમિત શાહે ડાલડા ફેક્ટરીના વેરહાઉસમાં વિતાવી રાત, જાણો રસપ્રદ વાતો