IPL 2023ની 42મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે યશસ્વી જયસ્વાલની સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે ત્રણ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.છેલ્લી ઓવરમાં 17 રન જીતવા માટે કરવાના હતા ત્યારે ટિમ ડેવિડે સતત 3 બોલમાં 3 સિકસર ફટકારીને મેચ જીતાડી હતી
પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે યશસ્વી જયસ્વાલની સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. યશસ્વી 124 રન બનાવીને આઉટ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અરશદ ખાને ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે સારી શરૂઆત કરી હતી. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી નોંધાવી હતી. જોસ બટલરે 19 બોલમાં 18 રન બનાવ્યા હતા. કેપ્ટન સંજુ સેમસને 10 બોલમાં 14 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિક્કલ 2 રન બનાવીને આઉટ થયો હતો. જેસન હોલ્ડરે 9 બોલમાં 11 રન બનાવ્યા હતા. શિમરોન હેટમાયર 9 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. ધ્રુવ જુરેલ માત્ર બે રન બનાવી શક્યો હતો. યશસ્વી સિવાય રાજસ્થાનનો કોઈપણ બેટ્સમેન 20થી વધુ રન બનાવી શક્યો નહોતો. જયસ્વાલ છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 62 બોલમાં 124 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં તેણે 16 ફોર અને 8 સિક્સર ફટકારી હતી.
