ગાંધીનગર
આજ શનિવારના રોજ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર માં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ થયો છે. આ સમિટ 2 દિવસીય છે જે મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો છે.
આ સમિટમાં ઉદ્યોગપતિઓ 100 જેટલા સ્ટોલ મારફતે સમાજ પોતાના ઉદ્યોગ અને પ્રોડક્ટનું પ્રદશન કરશે. સમિટનું ઉદ્ઘાટન રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કર્યું હતું. આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત સમાજના આગેવાનો સંતો તથા મહંતોએ હાજરી આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે,
“અમારી સરાકર સમાજના ભાગલા પાડવા નથી માગતી, પરંતુ સમાજને જોડવા માંગે છે. સત્તા જવી હોય તો જાય પરંતુ સમાજને જ્ઞાતિના વાડામાં નહિ બાંધીએ.” વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં રાજનીતીને વોંટબેંકમાં ફેરવા માટે કેટલાક લોકો જાતિવાદ ઉભો કરીને નેતૃત્વ કરવા માટે નીકળ્યા છે. આવા સમયે યોગ્ય દિશામાં વિચાર કરીને દેશ અને સમાજને ટકાવવાની જરૂર છે. આપણને અંગ્રેજો અને મુઘલોએ જે રીતે ગુલામ બનાવી રાજ કર્યું છે.
નીતિન પટેલ જ્યારે બિઝનેસ સમિટમાં ભાષણ કરવા પહોંચ્યા ત્યારે તેમની ઓછી હાઇટને કારણે તેમના માટે અલગથી પાટલો મૂકવામાં આવ્યો હતો. આથી નીતિન પટેલે હવળી શૈલીમાં કહ્યું હતું કે બ્રાહ્મણો મને ઊંચે લઈ જવા માંગે છે.
નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે,
“સમાજને જ્ઞાન, સંસ્કાર અને શિક્ષણ આપવા અને આઝાદીની લડાઇમાં બ્રહ્મ સમાજનું યોગદાન મહત્વનું છે.દરેક કનિદૈ લાકિઅ જ્ઞાતિ સમાજને સરકારી યોજનાઓના લાભ લેવાનો પણ અનુરોધ કર્યો હતો. આર્થિક, ઔધોગિક, કૃષિ વિકાસદરોની આંકડાકીય વિગતોની માહિતી આપીને વિકાસ યાત્રાને ક વધુ ઝડપી બનાવવા બ્રહ્મ સમાજને આહૂવાન કર્યું હતું. ૫૮ જ્ઞાતિઓ કે જેને અનામતનો લાભ નથી મળતો તેવી જ્ઞાતિઓના યુવાનોને આગળ લાવવા માટે કનિદૈ લાકિઅ બિન અનામત નિગમની સ્થાપના કરવામાં આવી છે.”
સમિટમાં બ્રહ્મ સમાજના ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તે માટે બી ટુ બી બિજનેસ કૉંફેરેન્સ, બેંક અધિકારીઓ સાથે કૉંફેરેન્સ,સરકારી અને સહકારી સાહસો સાથે બેઠકો યોજાશે. આ સમિટમાં 100 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. દેશની અગ્રણી બેંકના ક્રેડિટ મેનેજરો, નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા સમાજ યુવાનોને નોકરીની ઓફર તેમજ માર્ગદર્શન અપાશે. એવું માનવામાં આવે છે કે આ સમિટમાં 3 લાખથી વધુ વિઝિટર્સ આવશે અન 1200 થી વધુ ઉદ્યોગપતિ ભાગ લેશે.
