દર્દનાક અકસ્માત/ રાજકોટમાં જન્માષ્ટમીની ઉજવણીમાં માતમ છવાયો, અકસ્માતમાં પાંચ લોકોના મોત

ત્રણ બાઇક અને એક રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ 5 લોકોના મોત થયા છે. માહિતી પ્રમાણે તમામ મૃતકો લીલાસાંજડીયાળી ગામના રહેવાસી છે.

Top Stories Gujarat Rajkot

રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ શહેરના સરધાર પાસે ભૂપગઢ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ભયંકર અકસ્માતમાં 5 ના મોત થયા છે. મળતી માહિતી અનુસરા,છકડો રીક્ષાએ પલટી મારતા બાઇક ચાલક સહિત પાંચના મોત નીપજ્યાં છે. જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી મૃતકોના પરિવારમાં માતમમાં ફેરવાઈ ગઈ છે.

રાજકોટ-સરઘારથી ભૂપગઢ રોડ પર ગત રાત્રીએ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ત્રણ બાઇક અને એક રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ 5 લોકોના મોત થયા છે. માહિતી પ્રમાણે તમામ મૃતકો લીલાસાંજડીયાળી ગામના રહેવાસી છે. જેમાં ત્રણ મૃતકો ખેત મજૂર અને બે મૃતકો સ્થાનિક રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આપને જણાવી દઈએ કે ગઈકાલે રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ 40 ગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા દંપતિ ઇસ્કોન મંદિર નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પુરપાટ ઝડપે આવેલી રીક્ષા ચાલકે એકટીવાને પાછળથી ઠોકરે લેતા દંપતીને બીજા પહોંચતા તેઓના તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ ચંદ્રિકાબેન ધામેલીયાનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો:યુવાનોમાં ટ્રેન્ડ બદલાતા કૃષ્ણને મનપસંદ પ્રસાદ પંજરી પર પડી અરસ, ધર્મને પણ બનાવ્યું મોજ શોખનું સાધન

આ પણ વાંચો:મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવાનું યુવતીને પડ્યું ભારે, વારંવાર બની હવસનો શિકાર

આ પણ વાંચો:કપાળ પરનું તિલક બદલ્યું,સ્વામિનારાયણના ગણાવ્યા ભક્ત, પછી રાતોરાત હટાવ્યા.. હનુમાનના ભીંતચિત્ર લઈને શું છે આખો વિવાદ?

આ પણ વાંચો:સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટવા છતાં સનાતની સંતો હવે લડી લેવાના મૂડમાં, આ 14 મુદ્દે કરી માગ