અમદાવાદથી 30 કિલોમીટર દૂર ઐતિહાસિક નગર મહેમદાવાદ આવેલું છે .આ મહેમદાવાદના સાેજાલી ગામ પાસે વાત્રક નદીના તટ પાસે ભવ્ય ઐતિહાસિક રોજા-રોજી આવેલી છે. આ રોજા-રોજી તેના બાંધકામ માટે જગ વિખ્યાત છે. તે સરખેજ રોજા કરતાં પણ ઉંચી અને આલિશાન છે.
મહેમદાવાદ શહેર મહેમૂદ બેગડાએ વસાવ્યું હતું. આ ઐતિહાસિક નગરીમાં ભવ્ય રોજા-રોજી આવેલી છે. તે ભારતીય પુરાતત્વના હસ્તક છે. સોજાલી પાસે આવેલ બે ઐતિહાસિક ઇમારતોને જોવા પર્યટકો અને શ્રદ્વાળુઓ આવતાં હોય છે. આ રોજાનું નકશીકામ વિખ્યાત છે. મહેમૂદ સૂયમ 3 રાજાના અમીર સંત સૈયદ મુબારક (રહે.)નો મકબરો આવેલ છે. તે યુદ્વમાં શહીદ થયાં હતાં તેમની યાદમાં તેમના પુત્ર સૈયદ મિરાને રોજો બંધાવ્યો હતો.
આ રોજારોજીનો વિસ્તાર 94 ચોરસ ફૂટ છે,તે 60 ફુૂટ ઉંચો અને બાવન થાંભલાવાળો જબરદસ્ત ઘુંમટવાળો છે. આ રોજાને જોઇને મુઘલ બાદશાહે કહ્યું હતું કે આટલો ઉંચો મકબરો હજીસુધી મે જોયો નથી. રોજાની સામે રોજી આવેલી છે, આ રોજીમાં સંત મુબારક (રહે.)ના પરિવારની મહિલાઓને દફન કરવામાં આવતી હોવાથી તે રોજી તરીકે ઓળખાય છે.
ભારતીય પુરાતત્વના હસ્તક આ ઇમારત છે, નદીના તટ પર હોવાથી તે અતિ ભવ્ય ઇમાત લાગે છે.આજે વર્લ્ડ હેરીટેજ ડે હોવાથી આવી ઇમારતોને યાદ કરીને તેની એકવાર મુલાકાત લેવા જેવી છે.
