Vav Tharad News/ વાવ-થરાદ: ભાભર-દિયોદર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એમ્બ્યુલન્સ-કારની સામસામી ટક્કરમાં બેના મોત

બનાસકાંઠાના ભાભર-દિયોદર હાઇવે પર ખારા ગામના પાટિયા નજીક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે થયેલી સામસામી ટક્કરમાં બે લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં ભાભર પોલીસે તપાસ શરૂ કરી છે.

Gujarat Others Breaking News Uncategorized
Bhabhar Deodar Highway Accident

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વાવ-થરાદને જોડતા ભાભર-દિયોદર હાઇવે પર ખારા ગામના પાટિયા નજીક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે થયેલી સામસામી ટક્કરમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

ભાભર-દિયોદર હાઇવે પર અકસ્માત | Bhabhar Deodar Highway Accident

બનાસકાંઠા (Banaskantha)ના વાવ-થરાદ વિસ્તારમાં આવેલા ભાભર-દિયોદર હાઇવે પર ખારા ગામના પાટિયા નજીક શુક્રવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સ (Ambulance)અને કાર વચ્ચે સામસામી ટક્કર થતાં અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે અકસ્માતની ગંભીરતાને કારણે બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાભર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ અને અકસ્માતની સંપૂર્ણ વિગતો મેળવવા પોલીસ કાર્યવાહી કરી રહી છે.

ભાભર પોલીસે તપાસ શરૂ કરી

અકસ્માતની માહિતી મળતા જ ભાભર પોલીસ (Bhabhar Police)ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દૃષ્ટિએ બંને વાહનો વચ્ચે સામસામી ટક્કર થતાં અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પુર્વવત કર્યો હતો.


આ પણ વાંચો: કેશોદ હાઈવે પર બાઈકના વ્હીલમાં સાડી ફસાતાં મહિલાનું મોત, પીપળી ધાર પાસે સર્જાયો કરુણ અકસ્માત

આ પણ વાંચો:અમદાવાદમાં AMC ડમ્પરની અડફેટે સગીરનું મોત: ટ્યુશન જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

આ પણ વાંચો:સુરતમાં 108 એમ્બ્યુલન્સ અકસ્માત બાદ દર્દીની હાલત ગંભીર, પરિવારનો ડ્રાઈવરની બેદરકારીનો આરોપ