Junagadh News/ કેશોદ હાઈવે પર બાઈકના વ્હીલમાં સાડી ફસાતાં મહિલાનું મોત, પીપળી ધાર પાસે સર્જાયો કરુણ અકસ્માત

કેશોદ નજીક પીપળી ધાર પાસે બાઈકના પાછળના વ્હીલમાં સાડી ફસાઈ જતાં મહિલા રોડ પર પટકાઈ (Keshod Accident) હતી. ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Others Breaking News
Keshod Accident: ભારે પવન બન્યો અકસ્માતનું કારણ, મહિલાનો જીવ ગયો

Junagadh News: જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક જેતપુર-સોમનાથ ફોરલેન હાઈવે પર એક દુઃખદ માર્ગ અકસ્માત (Keshod Accident)માં મહિલાનું મોત થયું છે. પીપળી ધાર નજીક બાઈકના પાછળના વ્હીલમાં સાડી ફસાઈ જતાં બાઈકનું સંતુલન બગડ્યું અને મહિલા રોડ પર પટકાઈ ગઈ હતી. ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Keshod Accident: ચાલતી બાઈકમાં સાડી ફસાતાં દુર્ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગામના રહેવાસી યોગેશભાઈ ઓધવજીભાઈ પરમાર પોતાની પત્ની રસીલાબેન પરમાર સાથે બાઈક પર બામણાસા ગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કેશોદ નજીક પીપળી ધાર પાસેથી પસાર થતાં સમયે ભારે પવનમાં રસીલાબેનની સાડી બાઈકના પાછળના વ્હીલમાં ફસાઈ ગઈ હતી.

સાડી વ્હીલમાં વીંટળાઈ જતાં બાઈકનું સંતુલન બગડ્યું અને રસીલાબેન રોડ પર પટકાયા. અકસ્માત (Keshod Accident)માં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદની સબ-ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માત (Keshod Accident) અંગે કેશોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો:કેશોદમાં નેશનલ હાઇવે પર એમ્બ્યુલન્સ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે થયો અકસ્માત

આ પણ વાંચો:કેશોદ અને કચ્છનાં બાઇક ચાલકોએ માર્ગ અકસ્માતમાં ખોયા જીવ

આ પણ વાંચો:જૂનાગઢમાં કેશોદ પાસે ટ્રકે ટુ-વ્હીલર ચાલકને કચડતા થયું મોત