Not Set/ મુગલસરાય સ્ટેશનનું નામ બદલાવાની પ્રક્રિયા તેઝ, જંક્શનને પંડિત દીનદયાલનું નામ અપાશે

ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લાના ઐતિહાસિક મુગલસરાય જંક્શન નું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન કરવાની પ્રક્રિયા ઝડપી થઇ ગઈ છે. રેલવે દ્વારા અનુમતિ પાત્ર મળ્યા બાદ મુગલસરાય ડિવિઝને નામ બદલવાની કવાયત અમલી બનાવી છે. બ્રિટિશ ઇસ્ટ-ઇન્ડિયા કંપનીના જમાનામાં દિલ્હી-હાવરા રૂટ પર બનેલા મુગલસરાય સ્ટેશનનું નામ બદલવાનો સુઝાવ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. […]

Top Stories India

ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લાના ઐતિહાસિક મુગલસરાય જંક્શન નું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન કરવાની પ્રક્રિયા ઝડપી થઇ ગઈ છે. રેલવે દ્વારા અનુમતિ પાત્ર મળ્યા બાદ મુગલસરાય ડિવિઝને નામ બદલવાની કવાયત અમલી બનાવી છે.

બ્રિટિશ ઇસ્ટ-ઇન્ડિયા કંપનીના જમાનામાં દિલ્હી-હાવરા રૂટ પર બનેલા મુગલસરાય સ્ટેશનનું નામ બદલવાનો સુઝાવ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. જેનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો હતો. મહત્વનું છે કે 1968માં મુગલસરાય સ્ટેશન પર જ પંડિત દીનદયાલ ઉપાધ્યાય મૃત હાલતમાં મળી આવ્યા હતા.

મુગલસરાય સ્ટેશન પર જુના સાઈન બોર્ડને હટાવીને નવું સાઈન બોર્ડ લગાવવાનું કામ શરુ થઇ ચૂક્યું છે. સ્ટેશન નું નામ બદલાયા બાદ ટિકિટ બુકિંગ માટેનો કોડ જે એમજીએસ છે એને બદલીને ડીડીયુ કરવામાં આવશે.

આ પહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ કેટલીક મોટી યોજનાઓ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નામ થી ચાલી રહી છે. જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના શાસન કાળ માં નામ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ યોજના સફળ થઇ શકી ના હતી. ઉલ્લેખનીય છે કે મુગલસરાય જંક્શનનું નામ એશિયાના સૌથી મોટા રેલવે યાર્ડ તરીકે જાણીતું છે.