Kutch News: ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યા પછી શિક્ષણમંત્રી જાગૃત થયા હતા, તેમણે શિક્ષણ વિભાગની ખામીઓ સ્વીકારી હતી. વિદેશમાં રહેતા તેમજ ગેરહાજર રહેતા શિક્ષકોની યાદી મંગાવી જરૂરી તપાસ હાથ ધરશે તેવું આશ્વાસન આપ્યું હતું.
માહિતી મુજબ કચ્છમાં પણ 12 ભૂતિયા શિક્ષકો હોવાનું સામે આવ્યું હતું. કચ્છમાં ભૂતિયા શિક્ષકો અંગેના મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ 12 ભુતિયા શિક્ષકોને જાહેર નોટિસ અપાઈ છેેેેેેેેે. ભૂતિયા શિક્ષકો બાબતે પ્રાથમિક શિક્ષણ વિભાગ જાગ્યું છે. કચ્છ જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા 12 શિક્ષકોને ગેરરીતિ બદલ નોટિસ આપી છે.

શિક્ષણ વિભાગે સતત ગેરહાજર રહેતા શિક્ષકોને હાજર થવા ફરમાન આપ્યું છે. શિક્ષકોને ખુલાસા સાથે હાજર થવા ફરમાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અંબાજીની પાંછા પ્રાથમિક શાળા માં વિદેશ માં બેઠા બેઠા પગાર લેતી શિક્ષિકાનો કિસ્સો સામે આવ્યા બાદ મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ એલર્ટ થયું હતું. અંદાજે 10 શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની કરાઈ ઉલ્લાસભેર ઉજવણી
આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી ગયા, દુર્ઘટના ટળી
આ પણ વાંચો:કષ્ટભંજન દેવને આઝાદી પર્વ નિમિત્તે કરાયો તિરંગાનો શણગાર
