Gandhinagar News: ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના અમૂક જિલ્લામાં પુરની સ્થિતિ ઉભી થતા ખેડૂતોને ચોમાસુ પાકમાં નુકશાન થયુ હતું. જે તે વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે જાતે સ્થળ નિરીક્ષણ કરીને નુકસાનીનો સર્વે કરવાની સુચના આપી હતી.
સર્વેને અંતે ગુજરાત સરકારે ખેડૂતો માટે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી હતી. જે પૈકી કુલ 1 લાખ અને 36 હજાર જેટલા ખેડુતોને કુલ રૂપિયા 200 કરોડની આર્થિક મદદ આપવામાં આવી હતી. આજે વિધાનસભામાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, તેમને જે પ્રકારે માહિતી આપવામાં આવી છે, તે પ્રમાણે હેક્ટર દીઠ રૂપિયા 8,500 SDRF પેટે આપવામાં આવ્યા હતા, જ્યારે રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાના રૂપિયા 2,500 પ્રતિ હેકેટર આપવાની જાહેરાત કરી હતી.
મારા પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે વિધાનસભામાં જણાવ્યું હતું કે અત્યાર સુધી અધિકારીઓને જાતે સ્થળ ઉપર જઈને સર્વે કરતો પડતો હતો. જેના કારણે સર્વેની પ્રક્રિયામાં વિલંબ થતો હતો અને તેમાં માનવીય ભુલના કારણે પણ ખેડૂતોને અસંતોષ રહેતો હતો. પરંતુ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે અને તે હેઠળ હવેથી ગુજરાતમાં પાક નુકસાનનો સર્વે ડીઝીટલી ઈસરોના સેટેલાઈટ મારફતે થવાનો છે અને તેના કારણે હવેથી સર્વેમાં કોઈપણ પ્રકારની માનવીય ભુલ રહેશે નહીં.
ઉપરાંત સર્વેની કામગીરીમાં ઝડપ આવતા તાત્કાલિક સર્વે કરીને ઝડપથી ખેડૂતોને સહાય આપી શકાશે. આ પદ્ધતિના કારણે ખેડૂતોના પાકને લગતી અન્ય માહિતીઓ પણ સરળતાથી મેળવી શકાશે. રાજ્ય સરકારે ખેડૂતોને આ ઉદાર હાથે સહાય કરી તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ
આ પણ વાંચો:પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ રામ રામ
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, અર્જુન મોઢવાડિયા-અંબરીશ ડેરે કર્યા કેસરિયા
