Not Set/ રથયાત્રાના રૂટ પર 100 સીસીટીવી કેમેરાની બાજ નજર.. Video

અમદાવાદ, અમદાવાદમાં ગુરૂવારે નીકળનારી 142મી રથયાત્રાની સુરક્ષા માટે પોલિસ હાઇટેક સાધનોનો ઉપયોગ કરશે.રથયાત્રા દરમિયાન કંઇ અજગતું ના થાય તે માટે હાઇડેફીનેશન ધરાવતા સીસીટીવી કેમેરા અને ડ્રોન પ્લેનનો ઉપયોગ કરવામાં આવશે.પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે સમગ્ર શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ઉપરાંત રથયાત્રાના રૂટ પર હાઇ ડેફિનેશન વાળા 110 સીસી ટીવી કેમેરા દ્વારા પોલીસ બાજ નજર રાખશે. એ સિવાય […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં ગુરૂવારે નીકળનારી 142મી રથયાત્રાની સુરક્ષા માટે પોલિસ હાઇટેક સાધનોનો ઉપયોગ કરશે.રથયાત્રા દરમિયાન કંઇ અજગતું ના થાય તે માટે હાઇડેફીનેશન ધરાવતા સીસીટીવી કેમેરા અને ડ્રોન પ્લેનનો ઉપયોગ કરવામાં આવશે.પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે સમગ્ર શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ઉપરાંત રથયાત્રાના રૂટ પર હાઇ ડેફિનેશન વાળા 110 સીસી ટીવી કેમેરા દ્વારા પોલીસ બાજ નજર રાખશે.

એ સિવાય રથયાત્રામાં અસામાજીક તત્વો દ્રારા કોઇ અટકચાળો કરવામાં ના આવે તે માટે પણ આગોતરી સુરક્ષા તૈયારી કરવામાં આવી છે.પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે સીસીટીવી કેમેરાની મદદથી પોલિસના ચોપડે પંકાયેલા આરોપીઓને ઓળખી કાઢવામાં આવશે.

રથયાત્રાના રૂટ અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા કેમેરામાં ફેસ ડિટેક્ટર સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેમાં મોટાભાગના તમામ ગુનેગારોના ડેટા સ્ટોર કરવામાં આવ્યા છે એટલે કે જો કોઈ પણ આરોપી રથયાત્રાના રૂટમાં કે આસપાસના વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરતો દેખાશે તો કેમેરા તેને કેચ કરી લેશે અને સીધી માહિતી નજીકના અધિકારી સુધી મેસેજ દ્વારા પહોંચાડી દેશે.

મહત્વની વાત એ છે કે એક તરફ જ્યાં યાત્રા રૂટ અને સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા અને ડિટેક્ટર સિસ્ટમ દ્વારા પોલીસ ચાંપતી નજર રાખવાની છે ત્યાં બીજી તરફ આકાશમાં જો કોઈ અજાણ્યો ડ્રોન દેખાશે તો જે તે ડ્રોનને ડિટેક્ટ કરીને તે જ ક્ષણે નેસ્તનાબુદ કરી દેવાશે.પોલિસે આ માટે ઇઝરાયેલી ટેકનોલોજીની મદદ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.