મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
દેશ-દુનિયા સહિત ગુજરાત કોરોનાનાં કપરાકાળમાં થથરી રહ્યું છે. અરે સરકાર શું કરી રહી છે અને કેવી રીતે અનેક કાર્યક્રમો અને તહેવારોમાં લોકોને છુટથી ફરવાની મંજૂરી આપી રહી છે, તેવો સવાલ ખુદ ભારતની સર્વોચ્ચ અદાલતા ગઇ કાલે પુછી લીધો છે. SCએ રીતસરનો આ મામલે ગુજરાત સરકારનો ઉધડો લઇ નાખ્યો છે. છતા પણ ગુજરાતનાં આ બે સહકારી સંસ્થાનોમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
રાજુલા માર્કેટ યાર્ડની 4 ડિસેમ્બરે ચૂંટણી
- અમરેલીના રાજુલા માર્કેટ યાર્ડની 4 ડિસેમ્બરે ચૂંટણી
- માર્કેટ યાર્ડમાં કુલ 16માંથી 10 બેઠકો પર યોજાશે ચૂંટણી
- ભાજપ કોંગ્રેસની બંને પેનલ વચ્ચે જામશે જંગ
- ભાજપના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીની પેનલ
- કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પેનલો ઉતારી
- ભાજપની હીરા સોલંકીની પેનલન 6 બેઠક બીનહરીફ
- 1અપક્ષ ઉમેદવાર સહિત કુલ 21 ઉમેદવારો વચ્ચે જંગ
- આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ પૂર્ણ
મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચૂંટણી યોજવા આપાય મંજૂરી
- મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનો મામલો
- જિલ્લા કલેક્ટરે ચૂંટણી યોજવા માટે આપી મંજૂરી
- કોરોના સંક્રમણને લઈને ચૂંટણી પર લગાવી હતી રોક
- પ્રતિબંદ હટાવતા હવે થઈ શકે ચૂંટણીની જાહેરાત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
