- જખૌ દરિયેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવાનો કેસ
- ATSના SP આઈ.જી શેખની પ્રેસ કોન્ફરન્સ
- ડ્રગ્સ કેસમાં થયો મોટો ખુલાસો
- સાજીત વાઘેર ડ્રગ્સ ડીલર હાજી હસનનો દીકરો
- આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર હાજી હસન દીકરો
- ડ્રગ્સ વધુ હોવાથી પોતાના દીકરાને સાથે મોકલ્યો
- પકડાયેલા આરોપી પાસેથી 6 પાકિસ્તાની ઓળખ કાર્ડ મળ્યા
તાજેતરમાં કચ્છનાં જખૌ દરિયાકાંઠેથી 400 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાય હતા. જેઓને 22 ડિસેમ્બરના રોજ ભુજની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.
કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી પાકિસ્તાનની બોટમાંથી હેરોઇનન 77 પેકેટ કિંમત રૂ.384 કરોડનો ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યો હતો. ગુજરાત ATSને મળેલી બાતમી અન્વયે કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યાં મધદરિયે જઈ પાકિસ્તાનથી ભારતમાં લઈ આવતા ડ્રગ્સના કનસાઈનમેન્ટને ઝડપી લેવાયું હતું.આ જથ્થો પંજાબ લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું.
તેમજ કચ્છ કાંઠે રીસીવર કોડ તરીકે હરિ હરિ નો પાસવર્ડ રાખવામાં આવ્યો હતો. આજે તમામ 6 આરોપીઓને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સ્પેશ્યલ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી દ્વારા સરકાર તરફે રજુઆત કરીને આરોપીઓના 14 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. NDPS કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જખૌ દરિયેથી કરોડો રૂપિયાનું હેરોઇન પકડવાનો કેસમાં નવા ખુલાસા ATS દ્વારા કરવામાં આવ્યા છે. આજે 23 ડિસેમ્બર એક પત્રકાર પરિષદના ATS દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઝડપાયેલો ડ્રગ ડીલર સાજીત વાઘેર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર હાજી હસન દીકરો છે. ડ્રગ્સ વધુ હોવાથી હાજી હસને પોતાના દીકરાને સાથે મોકલ્યો હતો. પકડાયેલ છ પાકિસ્તાની પાસેથી પાકિસ્તાનની ઓળખ કાર્ડ મળી આવ્યા છે.
નોંધનીય કે, સજીત વાઘેર અગાઉ દુબઈ 5 વર્ષ નારકોટિક્સ કેસમાં જેલમાં જઈ આવેલો છે. અને ભારતમાં અગાઉ નોંધાયેલા ડ્રગના કેટલાક કેસમાં પણ તેનો હાથ છે.
National / PM મોદીએ એક મહિનામાં બીજી વખત કાશીને આપી મોટી ભેટ, 2100 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન
અમરેલી / કુકાવાવ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, માતાપિતા સહિત બાળકીનું મોત
ગુજરાત / અસિત વોરાની હકાલપટ્ટી નિશ્ચિત, સાંજ સુધીમાં આપી શકે છે રાજીનામુ
મુંબઈ / શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી, 1ની ધરપકડ
