મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ક્રાઈમ બ્રાન્ચે બેંગલુરુમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ધમકી આદિત્યને એક મેસેજ દ્વારા આપવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે આરોપી દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો ફેન છે. આ મામલાની તપાસ કરતા સાયબર પોલીસે આરોપી (34)ની બેંગ્લોરથી ધરપકડ કરી હતી. આરોપીએ આદિત્યને તેના વોટ્સએપ પર મેસેજ કરીને ધમકી આપી હતી.
આ પણ વાંચો :લુધિયાણા કોર્ટ પરિસરમાં જોરદાર વિસ્ફોટ, બેનાં મોત
આરોપીએ વોટ્સએપ મેસેજમાં આદિત્ય ઠાકરે પર અભિનેતા સુશાંત સિંહની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓએ 8 ડિસેમ્બરની રાત્રે લગભગ 12 વાગે આદિત્યને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો. જેમાં તેણે સુશાંત સિંહના મોત માટે આદિત્યને જવાબદાર ગણાવ્યો હતો. જે બાદ તેણે ત્રણ કોલ કર્યા. આદિત્યએ આરોપીનો કોલ રિસીવ કર્યો ન હતો. આ પછી આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રિતસર પોલીસમાં આદિત્ય ઠાકરેની ધમકીના કેસની ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો :તમિલનાડુમાં ઓમિક્રોન વિસ્ફોટ, એક જ દિવસમાં સામે આવ્યા 33 નવા કેસ
બીજી તરફ NCP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે પણ આવી જ ધમકીઓ મળી હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું, “જે રીતે આદિત્ય ઠાકરેને ધમકીભર્યો પત્ર મળ્યો, અમને શંકા છે કે તે (નરેન્દ્ર) દાભોલકર અને (ગોવિંદ) પાનસરેની હત્યા કરનાર સંગઠનો સાથે જોડાયેલો છે કે કેમ.” મને પણ આવી ધમકીઓ મળી છે. અમે આ અંગે તપાસ કરવા માટે લખ્યું છે.
આ પણ વાંચો :ગુજરાતમાં ઓમિક્રોનનો કહેર, રાજ્યમાં વધી શકે છે આ નિયંત્રણો
આ પણ વાંચો :દેશમાં રસીકરણ અંગે સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું નિવેદન, કહ્યું, “ભારતમાં 60 % લોકોને અપાયા રસીના બે ડોઝ
આ પણ વાંચો : પ્રારંભિક લક્ષણો તાવ નથી, વધુ વજનવાળા લોકોને જોખમ, ઓમિક્રોન શોધનાર ડોક્ટરે 10 પ્રશ્નોના આપ્યા જવાબ
