Not Set/ Video : અમિત શાહ સામે ફરકાવ્યા કાળા ઝંડા, તો પોલીસે છોકરીઓને ઘસડી અને દંડાથી માર માર્યો

અલાહાબાદ, અલાહાબાદનો એક એવો વિડિયો વાયરલ થયા છે કે પોલીસ બે છોકરીઓને વાળ પકડીને ઘસડી રહી હતી અને દંડાથી મારી રહી હતી. વિડિયો વાયરલ થયો છે તે ઘટના ત્યારે બની હતી કે, જયારે બે છોકરી અને એક છોકરાએ અલાહાબાદમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કાફલા સામે કાળા વાવટા ફરકાવ્યા હતા. શુકવારે આ ઘટના […]

Top Stories India Videos

અલાહાબાદ,

અલાહાબાદનો એક એવો વિડિયો વાયરલ થયા છે કે પોલીસ બે છોકરીઓને વાળ પકડીને ઘસડી રહી હતી અને દંડાથી મારી રહી હતી. વિડિયો વાયરલ થયો છે તે ઘટના ત્યારે બની હતી કે, જયારે બે છોકરી અને એક છોકરાએ અલાહાબાદમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કાફલા સામે કાળા વાવટા ફરકાવ્યા હતા. શુકવારે આ ઘટના બની હતી, આ ઘટના બાદ પોલીસે ત્રણેયની ધરપકડ કરી લીધી હતી. આ બન્ને યુવતીઓ અલાહાબાદ યુનિવર્સિટીની વિધાર્થિનીઓ હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગાડી જયારે અલાહાબાદના રસ્તા પરથી નીકળી હતી ત્યારે આ ત્રણ લોકોએ તેમની ગાડી સામે આવીને કાળા ઝંડા ફરકાવા લાગ્યા હતા. જેના કારણે બંદોબસ્તમાં હાજર સ્થાનિક પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી. જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં પોલીસ કેવી રીતે છોકરીઓને ઘસડીને ગાડીમાં બેસાડે છે તે જોવા મળી રહ્યું છે. પોલીસે છોકરીઓના વાળ ખેંચીને તેમને દંડાથી ફટકારી ગાડીની અંદર બેસાડી રહી છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.

આ મામલે પોલીસે જણાવ્યું કે, અટકાયત કરેલી એક છોકરીની ઉમર 25 વર્ષ છે અને બીજી છોકરીની ઉમર 24 વર્ષ છે. બન્ને છોકરીઓ અને તેમની સાથેના અન્ય એક યુવકને શનિવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ ત્રણેય વિદ્યાર્થીઓ સમાજવાદી પાર્ટીના સ્ટુડન્ટ વિંગની સમાજવાદી છાત્ર સભાના સદસ્ય છે.

આ મામલે સપાના નેતા રીચા સિહે કહ્યું કે, ‘વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રૂપથી કાફલા સામે કાળા ઝંડા બતાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ એમને ખૂબ ખરાબ રીતે મારવામાં આવ્યા હતા અને ત્યાં કોઈ મહિલા પોલીસ અધિકારી કે કર્મચારી પણ ન હતા. પોલીસ અધિકારીઓએ યુવતીઓ સાથે બદસલૂકી કરીને કાનુનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પુરુષ પોલીસ અધિકારીઓએ છોકરીઓ સાથે વ્યવસ્થિત વર્તન કર્યું નથી.’

આત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ એક દિવસ માટે અલાહાબાદ આવ્યા હતા અને આ દિવસ ગુરુ પૂર્ણિમાનો અવસર હતો. એટલે એમણે પ્રયાગમાં સંતજનો સાથે મળીને ગંગા આરતી અને સંગમ તટ પર બિરાજમાન મોટા હનુમાનજીના દર્શન કર્યા હતા.