ભારતીય વાયુસેનાનું વિમાન AN-32 આસામના એરબેસથી ઉડાન ભર્યા બાદથી જ ગુમ થયેલું છે. વાયુસેનાના ટ્રાન્સપોર્ટેશન વિમાન એનટોનોવ AN-32 થી છેલ્લો સંપર્ક સોમવારે લગભગ 1 વાગ્યે થયો હતો. ત્યાર પછીથી વિમાન સાથે કોઈ પણ પ્રકારનો કોઈ સંપર્ક થયો નથી. વિમાનમાં 13 લોકો સવાર હતા. જેમાં 8 ક્રૂ મેમ્બર અને 5 બીજા લોકો શામેલ છે. વાયુસેનાએ વિમાનને શોધવા માટે તમામ સંભવિત સંસાધનો એકસાથે લગાવી દીધા છે. તેમાં સી-130J,સી-130 હરક્યુલિસ, સુખોઈ સૂ-30 ફાઇટર જેટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ક્ષેત્રમાં સ્થિત સૈનિકો પણ વિમાનને શોધવામાં લાગી ગયા છે. ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે કેટલાક રીપોર્ટથી સંભવિત અકસ્માત સ્થળના જોવા આવ્યાની માહિતી મળી છે.
#UPDATE: Indian Air Force’s missing AN-32 aircraft with 13 people on board is still not located. C-130J and ground patrols of the Army are still carrying out search operations. pic.twitter.com/qwCoAErHuX
— ANI (@ANI) June 4, 2019
IAF ગુમ થયેલ વિમાનને શોધવા માટે ભારતીય સેના, વિવિધ સરકારી અને સિવિલ એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા છે. ભારતીય વાયુસેના અને જમીન દળ દ્રારા રાતથી શોધ કામગીરી ચાલુ છે.
એનટોનોવ AN-32 આસામના જોરહાટથી ગુમ થઈ ગયું છે. જેમાં 8 ક્રૂ સભ્યો, 5 મુસાફરો સહિત કુલ 13 લોકો સવાર હતા. જણાવીએ કે સુખોઇ 30 અને સી 130 વિમાન તેના શોધમાં લાગેલા છે. વિમાન એરબેસથી ઉડાન ભર્યા પછી અરુણાચલ પ્રદેશના મેંચુકા એર ફિલ્ડના ઉપરથી ગાયબ થઈ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ સોર્સથી તેનો છેલ્લો સંપર્ક લગભગ બપોરે 1 વાગ્યે થયો હતો.
આ અગાઉ વર્ષ 2016 માં ચેન્નઈથી પોર્ટ બ્લેયર જઈ રહેલું એએન-32 વિમાન ગુમ થઈ ગયું હતું. તે સમયે વિમાનમાં ભરતીય વાયુસેનાના 12 જવાન, 6 ક્રૂ સભ્યો, 1 નૌસૈનિક, 1 સૈન્ય જવાન અને એક જ પરિવારના 8 સભ્યો હતા. આની શોધમાં, એક સબમરીન, આઠ વિમાનો અને 13 પોત લગાવામાં આવ્યા હતા. ત્યારે આ પ્લેનની ગુમ થવાનું એક ગુચવાડ થઇ ગયું હતું. એટલું જ નહીં તેનું ના કોઈ ભંગાર મળ્યું કે ના પ્રવાસી મળ્યા.
ભારતીય વાયુસેના કાફલામાં લગભગ 100 એનએન-32 વિમાન છે. જે જે મુખ્યત્વે ટ્રાન્સપોર્ટના કામમાં રોકાયેલા છે. વિશ્વભરમાં આશરે 240 વિમાનો કાર્યરત છે. હાલ ભારતીય વાયુસેના ઉપરાંત શ્રીલંકા,અંગોલા અને યુક્રેનની વાયુસેના પાસે પણ આ વિમાન છે.
