Not Set/ અમદાવાદ: AMC કમિશનરે કડક વલણે શહેરને સ્વચ્છ રાખવા આપી ચેતવણી

  અમદાવાદ, 28 જુલાઈ 2019. અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવાનું બીડું ઝડપ્યું હોય તેમ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ટ્વીટ કરી ગંદગી કરનાર લોકો તરફ કડક વલણમાં ચેતવણી આપી છે. તેમને ટ્વીટ કરી અને જણાવ્યું છે કે, “શહેરને સ્વચ્છ રાખવા માટે પોતાની આદતો બદલી નાખો અથવા સજાને ભોગવવા માટે તૈયાર રહેજો.” ઉલ્લેખનીય છે કે કમિશનરે ગઈ કાલ […]

Ahmedabad Gujarat

 

અમદાવાદ,
28 જુલાઈ 2019.

અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવાનું બીડું ઝડપ્યું હોય તેમ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ટ્વીટ કરી ગંદગી કરનાર લોકો તરફ કડક વલણમાં ચેતવણી આપી છે. તેમને ટ્વીટ કરી અને જણાવ્યું છે કે,

“શહેરને સ્વચ્છ રાખવા માટે પોતાની આદતો બદલી નાખો અથવા સજાને ભોગવવા માટે તૈયાર રહેજો.”

ઉલ્લેખનીય છે કે કમિશનરે ગઈ કાલ શુક્રવારના રોજ બધા વિભાગોની બેઠકોનું આયોજન કરાવ્યું હતું. જેમાં તેમણે બધા વિભાગોને ઘણી ખાસ વાતો અને ઓર્ડર આપ્યા હતા. જો કે તેમના આ વલણથી અધિકારીઓને પણ નવાઈ લાગી હતી. કમિશનરે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનની છાપ સુધારવા માટે અધિકારીઓને નવા વિચારો લાવવા માટે જણાવ્યું હતું. જેનો અમલીકરણ કરી જનસેવા લાયક કર્યો કરી શકાય અને મ્યુનિસિપાલ કમિશનની છાપ જનતા સમક્ષ સુધારી શકાય.