Not Set/ હાર્દિકના ઉપવાસનો 14મો દિવસ,મુદ્દાઓ નહીં સંતોષાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે: પાસના કાર્યકર

અમદાવાદ, હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે. પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યાની જાહેરાત કરી છે. તો આજે વહેલી સવારે સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સૂચના આપી હતી. આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક […]

Top Stories Ahmedabad

અમદાવાદ,

હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે. પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યાની જાહેરાત કરી છે. તો આજે વહેલી સવારે સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સૂચના આપી હતી.

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત લથડતા હવે તેને વ્હીલચેરનો સહારો લેવો પડી રહ્યો છે. ત્યારે કાલે કોંગ્રેસ દ્વારા સરકાર સામે હોબાળો કરી માંગણીઓને સંતોષવાની માંગ કરવામાં આવી હતી. પણ સરકાર દ્વારા કોઇપણ મુદ્દે વાત ન કરતા હવે પાસના કાર્યકર વધારે રોષે ભરાયા છે.

પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાના આંદોલનમાં પાટીદાર સંસ્થાના સી.કે. પટેલ સામે ભારે વિરોધ થતા ખોડલધામના નરેશ પટેલનું નામ ઉભર્યુ છે ખોડલધામના દિનેશ કુંભાણી અને ટીમ બંને પક્ષે ચર્ચા કરી રહી છેઃ..આજે હાર્દિક પટેલને નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે સમાજને હાર્દિકની ચિંતા છે..અને હું હાર્દિક સાથે વાતચીત કરીશ તેમજ હાર્દિક જલ્દીથી પારણાં કરે તેવો પ્રયાસ કરીશ અને માતાજીને પ્રાર્થના કરીશ કે હાર્દિક આજે જ પારણાં કરે.

નરેશ પટેલની મધ્યસ્થીની વાત બાદ હાર્દિક પટેલે ટ્વીટ દ્વારા જણાવ્યું કે, મેં કોઈને વ્યક્તિગત રીતે મધ્યસ્થી કરવા નથી કહ્યું અને સમાજના તમામ આગેવાન અને સંસ્થાઓનું સન્માન કરું છું….હું આંદોલનકારી છું….અને તે પણ જણાવ્યું કે, તેને ફક્ત મુદ્દાઓ સાથે મતલબ છે.

https://twitter.com/HardikPatel_/status/1037913358589194240

સરકાર ફક્ત હાર્દિકને સારવાર લેવાની સહાય કેમ આપી રહી છે? કેમ માંગણીઓ વિશે ચર્ચાઓ કરવામાં આવતી નથી..? જ્યાં સુધી હાર્દિક પટેલની માંગણીઓ સંતોષાશે નહિ. ત્યાં સુધી ઉપવાસ આંદોલન આન..બાન..શાનથી કરવામાં આવશે..તેવું પાસના કાર્યકર્તાઓનું કહેવુ છે. આ મામલે હવે કોણ માનશે..?કોણ મનાવશે..? તે આગામી સમય જ બતાવશે.