Not Set/ વાંચો, નૈનીતાલ કોર્ટે હરિદ્વારના દરેક ઘાટની સાફ-સફાઈ માટે કઈક આવા આપ્યા કડક આદેશ

નવી દિલ્લી  નૈનીતાલ હાઇકોર્ટે  હરિદ્વારમાં પ્રસિદ્ધ સ્થળ  હર કી પૌરી ની સાફસફાઈ અને વ્યવસ્થાને લઈને કડક વલણ અપનાવી રહ્યું છે. નૈનીતાલની કોર્ટે તીર્થ નગરી હરિદ્વારમાં મહિલાઓ માટે અલગ ચેન્જીંગ રૂમ અને શૌચાલયનું  નિર્માણ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે દર ત્રણ કલાકે ઘાટમાં સફાઈ કરવામાં આવશે અને તેની વિડીયોગ્રાફી પણ ઉતારવામાં […]

India Trending

નવી દિલ્લી 

નૈનીતાલ હાઇકોર્ટે  હરિદ્વારમાં પ્રસિદ્ધ સ્થળ  હર કી પૌરી ની સાફસફાઈ અને વ્યવસ્થાને લઈને કડક વલણ અપનાવી રહ્યું છે. નૈનીતાલની કોર્ટે તીર્થ નગરી હરિદ્વારમાં મહિલાઓ માટે અલગ ચેન્જીંગ રૂમ અને શૌચાલયનું  નિર્માણ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે દર ત્રણ કલાકે ઘાટમાં સફાઈ કરવામાં આવશે અને તેની વિડીયોગ્રાફી પણ ઉતારવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહીનું ધ્યાન રાખવા માટે કોર્ટે ૨ ન્યાયમિત્રને નિયુક્ત કર્યા છે.

Image result for હરિદ્વાર

સુત્રોના જણાવ્યા પ્રમાણે નૈનીતાલ કોર્ટે નગર નિગમ હરિદ્વારને પોતાનો આદેશ આપતા કહ્યું છે કે  હર કી પૌરી પર મહિલા શ્રધ્ધાળુઓ માટે ૨૫-૨૫ કપડા બદલવા માટે અલગ રૂમ અને શૌચાલય બનાવવામાં આવશે તેની સાથે જ મોડર્ન કચરાપેટી પણ મુકવામાં આવશે.

Image result for har ki pauri

કોર્ટે જણાવ્યું છે કે  હર કી પૌરી એ પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે. અહી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આસ્થા સમજીને ડૂબકી લગાવે છે. ઘાટના દુષિત પાણીમાં ડૂબકી લાગવાથી સવાસ્થ્ય ખરાબ થઇ શકે છે આથી ઘાટની સફાઈ પ્રત્યે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. દર ત્રણ કલાકે ધાટમાં સાફ સફાઈ અને સાથે તેનું વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે જેથી સફાઈની કાર્યવાહી કોર્ટના ધ્યાનમાં રહે. આ કામ માટે કોર્ટે ન્યાયમિત્રને  રાખ્યા છે જે આ સ્થળનું મોનીટરીંગ કરીને કોર્ટને રીપોર્ટ આપશે.

મળતી માહિતી મુજબ કોર્ટના ન્યાયમિત્ર ૮ સપ્ટેમ્બરના રોજ  હર કી પૌરીનું  અવલોકન કરશે અને કોર્ટને આ સ્થળની હાલત વિશે પરિચિત કરશે.