Dharma & Bhakti/ ઑક્ટોબરમાં બુધ ચાલશે ઊલટી ચાલ…આ 3 રાશિઓની વધી શકે સમસ્યાઓ…! સતર્ક રહેજો…

ઑક્ટોબરમાં બુધ વક્રી (Budh Vakri) ચાલ ચાલશે જેથી વેપાર, કેરિયર, આર્થિક બાબતો અને સંબંધોના દ્રષ્ટિકોણથી આને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન…

Trending Religious Rashifal Dharma & Bhakti
Budh Vakri થવાથી ઑક્ટોબર-નવેમ્બરમાં 3 રાશીઓ માટે Warning! જાણો Critical અસર!

Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં ગ્રહોની ચાલનું વિશેષ મહત્વ છે. જ્યારે કોઈ ગ્રહ માર્ગીથી વક્રી અવસ્થામાં આવે ત્યારે તમામ રાશિઓ પર એની વિવિધ અસરો જોવા મળે છે. ઑક્ટોબરમાં બુધ વક્રી (Budh Vakri) ચાલ ચાલશે જેથી વેપાર, કેરિયર, આર્થિક બાબતો અને સંબંધોના દ્રષ્ટિકોણથી આને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન, કેટલીક રાશિઓના કામકાજમાં અડચણોથી માંડીને ખર્ચ અને અંગત જીવનમાં ગેરસમજણો સુધીનો સામનો કરવો પડી શકે છે.

બુધ વક્રી (Budh Vakri) થવાનો સમયગાળો

જ્યોતિષીય ગણના અનુસાર, 24 ઓક્ટોબર 2026 ના બપોરે 12:48 કલાકે બુધ તુલા રાશિમાં વક્રી અવસ્થામાં આવશે. આ વક્રી અવસ્થા 13 નવેમ્બર 2026 સુધી રહેશે. આ દરમિયાન, બુધની ઊલટી ચાલનો પ્રભાવ કેટલીક રાશિઓના કેરિયર, આર્થિક મામલા અને અંગત જીવન પર જોવા મળશે. આથી આ સમય દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો લેવાથી બચવું. દેવગુરુ બૃહસ્પતિ (Guru Graha) પણ સિંહ રાશિમાં ગોચર કરશે. તો ચાલો જાણીએ કઈ 3 રાશિ પર પ્રતિકૂળ અસરો પડશે?

Kark Rashi
Kark Rashi

કર્ક રાશિ (Kark Rashi)

Budh Vakri થવાથી તમારા સ્વાસ્થ્ય માટે જોડાયેલી મુશ્કેલીઓ વધી શકે છે. આ દરમિયાન, તમારે વધુ યાત્રાઓ કરવી પડી શકે છે. તમારા બનતા કાર્યો પણ અટકી જવાની આશંકા છે. કાર્યક્ષેત્રે પડકારો સામે આવવાથી સીનિયર્સ અને અનુભવી લોકોની સલાહથી આગળ વધવુંય રોકાણના કેટલાક મોકા ખોઈ શકો છો. કોઈ પણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરવી કારણ કે એમાં નુકસાન થવાની સંભાવના છે.

તુલા રાશિ (Tula Rashi)

બુધ ગ્રહ તુલા રાશિમાં જ વક્રી (Budh Vakri) થવા જઇ રહ્યો છે. આ સંજોગોમાં આ રાશિના જાતકો માટે આ અવધિ દોડધામ વાળી સાબિત થઈ શકે છે. કામકાજની બાબતે યાત્રાઓ વધવાથી ખર્ચ પણ વધી શકે છે. ગાડી ચલાવતા સાવધાની રાખવી. યાત્રા દરમિયાન સામાન અને સ્વાસ્થ્યનો વિશેષ ખ્યાલ રાખવો. આર્થિક બાબતોમાં સમજી-વિચારીને નિર્ણયો લેવા. વ્યર્થ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. પ્રેમ સંબંધોમાં ગેરસમજણો પેદા થઇ શકે છે આથી વાતચીતમાં સંભાળવું.

Makar Rashi
Makar Rashi

મકર રાશિ (Makar Rashi)

તમારે બુધની આ વક્રી (Budh Vakri)ચાલ દરમિયાન તમારા વિરોધીઓથી સતર્ક રહેવું પડશે. કાર્ય ક્ષેત્રમાં કેટલાક લોકો તમારી છબીને ખરડવાની કોશિશ કરશે. આર્થિક બાબતો અને ભૌતિક સુખ-સુવિધાઓ સાથે સંલગ્ન નિર્ણયો ઉતાવળે ન લેવા. માતાના સ્વાસ્થ્યની પણ ચિંતા રહી શકે છે. કોઈ પણ કામમાં શોર્ટકટ અપનાવવાથી કે નિયમ તોડવાથી બચવું.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: આજે કન્યા રાશિમાં એક્ટિવ થયો છે… મહાશક્તિશાળી બુધાદિત્ય રાજયોગ…26 સપ્ટેમ્બર સુધી આ 3 રાશિઓ પર વરસશે કૃપા..!

આ પણ વાંચો: આજથી આ 4 રાશિઓનો સુવર્ણ કાળ શરુ….મંગળ-બુધની યુતિ કરાવશે તગડી કમાણી…!!

આ પણ વાંચો: અક્ષય તૃતીયા સાથે બુધાદિત્ય યોગ બનશે, જાણો કઈ રાશિના જાતકોને લાભ થશે