Not Set/ રાજકોટમાં કોરોનાથી વધુ 6ના મોત, સંક્રમિતોની સંખ્યા 11 હજારને પાર, શહેરની સ્થિતિ છે કઈક આવી

રાજકોટ શહેરમાં કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓના જાહેર કરવામાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકની અંદર 6 દર્દીઓના મોત થયા છે. તેમજ રાજકોટમાં સંક્રમિત લોકોની સંખ્યા 11129 ને આંબી ગઇ છે.

Gujarat Rajkot

રાજકોટ શહેરમાં કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓના જાહેર કરવામાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકની અંદર 6 દર્દીઓના મોત થયા છે. તેમજ રાજકોટમાં સંક્રમિત લોકોની સંખ્યા 11129 ને આંબી ગઇ છે. રાજકોટ શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 768 છે, તેમજ ગઈ કાલે સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 86 થઈ છે કે જેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટ શહેરના અત્યાર સુધીમાં કુલ 131 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે.

રાજકોટમાંનો આંકડો દિન-પ્રતિદિન વધતો જતો હોય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે તેમજ ઠેરઠેર ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શંકર મટકા માટે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા તેમજ એન્ટ્રી પોઈન્ટ પર ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમજ રાત્રીના સમયે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : રાજકોટ મનપાનો સપાટો : 3 દિવસોમાં 907 સ્ક્રીનીંગ અને 626 ટેસ્ટીંગ, 9 પોઝિટિવ મળ્યા

રાજકોટમાં ખાનગી દવાખાનામાં દર્દીઓ દાખલ થવાની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલના કોવિડ વિભાગના વડા જણાવી રહ્યા છે આસપાસના ગામડાઓમાંથી સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેઓ ગંભીર રીતે સંક્રમિત થયા હોય તેઓને રીફર થતા વાર લાગે છે જેના કારણે મૃત્યુઆંક પણ હજુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટની 15 હોસ્પિટલોને નોટિસ

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં અગ્નિ કાંડ બાદ તંત્ર દોડતું થઇ ગયું છે અને શહેરની વિવિધ હોસ્પિટલોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફાયર સેફ્ટીના સાધનોને લઈને ખાસ તપાસ કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મા કુવરબા સરકારી હોસ્પિટલને પણ ફાયર સેફટી માટેની નોટિસ ફટકારવામાં આવી છે.અહીં આપી છે તે વિભાગમાં ફાયર સેફ્ટીના સાધનો અભાવ જોવા મળે તો જેથી રાજકોટની પદ્મા કુવરબા હોસ્પિટલ સહિતની 15 વિવિધ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલો અને ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.

આ પણ વાંચો : હાઇકોર્ટનો ફરીથી સુઓમોટો અને સરકારને ફટકાર, પૂછ્યું કે 6 હજાર લોકો ભેગા થયા ત્યારે તમે શું કરતા હતા ?

રાજકોટમાં 92 અને ગ્રામ્યના 313 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં રામનાથ પરા, ભક્તિનગર લક્ષ્મી સોસાયટી, નાના માવા રોડ, આસોપાલવ સોસાયટી, કોઠારીયા રોડ, માધવ પાર્ક 150 ફુટ રીંગ રોડ, માસ્તર સોસાયટી સોરઠીયા વાડી, સમર્પણ ટાવર અક્ષર માર્ગ જસાણી પાર્ક એરપોર્ટ રોડ સુભાષનગર રૈયારોડ, બંસી એપાર્ટમેન્ટ સર્વેશ્વર ચોક સહિતના 92 વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યમાં હરીજનવાસ ખોરાણી, આદમજી રોડ જસદણ, ખોડિયાર હોલ પાસે કાંગશીયાળી પ્લોટ વિસ્તાર અરડોઇ, કિસ્મત કોમ્પ્લેક્સ પડધરી, રાજપૂત કન્યા છાત્રાલય પાસે ગોંડલ અને પાણીના ટાંકા પાસે ધોરાજી સહિતના કુલ 313 વિસ્તારોને હાલ કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કોરોનાને અટકાવવા તંત્ર બન્યું સક્રિય, ફલાઈંગ સ્કોડે હાથ ધર્યું ઓપરેશન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…