માસ્ક નહીં પહેરનારા લોકોને સજા રૂપે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત સેવાના આદેશ સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.આ ઉપરાંત આ આદેશનું પાલન કઈ રીતે કરવું તે અંગે રાજ્ય સરકાર મૂંઝવણ અનુભવી રહી હોય તે માટે સુનાવણી આજે જ હાથ ધરવામાં આવે તેવી વિનંતી પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો હોય રાત્રી કર્ફ્યુનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે જાહેર જનતાની બેદરકારીના લીધે કોરોનાના આંકડા જોઈએ તેટલા કંટ્રોલમાં આવી રહ્યા નથી. સરકાર પણ કાયદાનું પાલન કરવા અંગે મૂંઝવણ અનુભવી રહી છે તેની વચ્ચે હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લઈ અને ગુજરાત સરકાર પાસે કોરોના સંક્રમણ અંગે, શિવાનંદ હોસ્પિટલ જેવી ઘટનાઓ અંગે તેમજ હવે માસ્ક નહીં પહેરનારા લોકો સામે કડક વલણ દાખવતા સરકાર પાસેથી પ્રશ્નોના જવાબ માગી રહી છે તેમજ ગઈકાલે માસ નહીં પહેરનારા વિરુદ્ધ પગલાં ભરવા માટેની નિર્દેશિકા સરકારને આપવામાં આવી છે.
સરકારના સોલિસિટર જનરલને હાઇકોર્ટના જજ દ્વારા વેધક પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે. જેના કારણે ગુજરાત સરકારની મુસીબતો અટકવાનું નામ લઇ રહી નથી. માસ્ક નહીં પહેરનાર લોકોને રોજિંદા 6 કલાક કોબી ભાગમાં સેવા આપવાના આદેશ હાઈકોર્ટે આપ્યા હતા તેમજ પાંચ દિવસથી લઈ અને પંદર દિવસ સુધીની સજા ફરમાવવામાં માટે જણાવવામાં આવ્યું હતું. આ માટે સરકારની નિર્દેશિકા પણ આપવામાં આવી હતી. પરંતુ સરકારને કાયદાનું પાલન કઈ રીતે કરવું તે અંગે લીધા હોય સરકારે હાઇકોર્ટના હુકમ અંગે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ સુનાવણી કરવામાં આવે તેવી માગણી કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
