Gandhinagar News:રાજ્યના શ્રમ નિયામકે એક યાદીમાં જાહેર કર્યું છે કે 26 એપ્રિલ 2026,રવિવારના રોજ રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ,84 નગરપાલિકાઓ,34 જિલ્લા પંચાયતો અને 2060 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે 11 નગરપાલિકાઓની 13 ખાલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે.મતદાન (Voting) સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી રહેશે.
મતદાન (Voting) માટે જરૂરી સૂચના
આ દરમિયાન ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ-2019 હેઠળ નોંધાયેલ સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવાની રહેશે. તે મુજબ, કર્મચારીઓને મતદાન (Voting) માટે વારાફરતી ઓછામાં ઓછા ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે.

ઉપરાંત, જો મતદાનનો દિવસ તેમની અઠવાડિક રજા ન હોય તો સંસ્થાઓ તે દિવસે ચાલુ રાખીને કર્મચારીઓને મતદાનના (Voting) દિવસે રજા આપી અને તેની બદલીમાં અન્ય દિવસે રજા આપવાની વ્યવસ્થા કરવી પડશે, જેથી દરેક કર્મચારી સરળતાથી મતદાન કરી શકે.
આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
