Surat News : સુરતમાં રહેતા એક યુવકે ઈન્સ્ટાગ્રામ પર એક બાદ એક એમ કુલ ત્રણ રીલ મુકીને પોતાની જીંદગીનો અંત આણ્યો હતો. ત્રણ વર્ષ અગાઉ તેણે પ્રેમલગ્ન કર્યા હતા. આ બનાવની વિગત મુજબ સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય રાહુલ નગીન કુશવાહા નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ ભાવુક રીલ પોસ્ટ કર્યા બાદ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
રાહુલ કુશવાહા અગાઉ હીરા ઉદ્યોગમાં કામ કરતો હતો, પરંતુ બાદમાં તેણે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ પહેલાં ખુશ્બુ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી રાહુલ કોઈ અકળ કારણોસર તણાવમાં રહેતો હતો. તેમજ વ્યથા ઠાલવવા ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો હતો.આત્મહત્યા કરતા પહેલાં રાહુલે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ રીલ બનાવીને મૂકી હતી. આ રીલ્સમાં તે હૃદયસ્પર્શી ઓડિયો ક્લિપ્સનો ઉપયોગ કર્યો હતો.
“તુમ પર મરતા થા ના અબ વો મરના ચાહતા હૈ….”
“જિંદગી સે એસે બિછડ જાયેંગે.. તલાશ કરતે રહેના, તુમ કભી લોટ કર નહીં આયેંગે..”
“બરબાદ કર લુંગા મેં.. ખુદ કો પૂરી તરહ.. તુજસે શરૂ કી થી મહોબ્બત. તુજ પર હી ખતમ કર દુંગા પૂરી તરહ…”
પત્નીએ ઇન્સ્ટા પોસ્ટ્સ જોતા જ દુકાનેથી ઘરે દોડી ગઈ
રાહુલની પત્ની ખુશ્બુ આ દરમિયાન એક દુકાનમાં નોકરી પર હતી. આ પોસ્ટ્સ જોતા જ તેણી તાત્કાલિક પાંડેસરાના અપેક્ષાનગર સ્થિત તેમના નિવાસસ્થાને દોડી ગઈ હતી. ત્યાં રાહુલને ગંભીર હાલતમાં જોઈને તુરંત જ નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.
જોકે, ટૂંકી સારવાર દરમિયાન રાહુલને બચાવી શકાયો નહોતો.આ ઘટના અંગે અલથાણ પોલીસે તપાસ હાથ ધરી છે. રાહુલ કુશવાહા શા માટે આત્મહત્યા કરવા માંગતો હતો તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ રાહુલનો મોબાઇલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યો છે. ફોનની તપાસમાં તેના આ અંતિમ પગલા પાછળનું કારણ સ્પષ્ટ થઈ શકે છે.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
