Gujarat Monsoon/ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Gujarat Monsoon: રાજ્યમાં વરસાદનું જોર વધશે, હવામાન વિભાગની 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી જાણો ક્યાં છે 4 જિલ્લાઓ

Top Stories Gujarat
gujarat monsoon

Gujarat Monsoon Update: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આ ઉપરાંત અરવલ્લી અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે બોટાદ, અમરેલી અને ખેડામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને સ્થાનિક સ્તરે અવરજવરને અસર થવાની શક્યતા છે.


આ પણ વાંચો: મહીસાગરમાં મેઘરાજાનો કહેર: 4 ગામ સંપર્કવિહોણાં, 28 લોકોનું રેસ્ક્યુ; 100 લોકો ફસાયા

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો કહેર કે રાહત? અમદાવાદમાં પાણી ભરાયા, વલસાડનો છીપવાડ અંડરપાસ ફરી બંધ

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી: ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ