દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ મેચ વિશાખાપટ્ટનમ ડો.વાય.એસ.રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે.
સતત ખરાબ અને નબળો પ્રદર્શન કરી રહેલા ઋષભ પંતને આ મેચમાં ટોપ ઈલેવનમાં જગ્યા મળી શકી નથી. તે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ ગયો છે. ટોપ ઈલેવનમાં વિકેટકીપર રિદ્ધિમાન સાહા પરત ફર્યો છે, જે 22 મહિનામાં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
આપને જણાવી દઈએ કે, આ દિવસોમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ ભારતનાં પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણી 1-1 થી સમાપ્ત થઈ હતી અને હવે 2 ઓક્ટોબરથી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાવાની છે. આ શ્રેણી સાથે, દક્ષિણ આફ્રિકા આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત કરશે. ભારત પહેલા જ વેસ્ટ ઈન્ડિઝમાં બે ટેસ્ટ મેચોની સીરીઝમાં ક્લીનસ્વીપ કરી 120 પોઇન્ટની સાથે ટોચ પર છે.
ભારત
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઇશાંત શર્મા, મોહમ્મદ શમી.
દક્ષિણ આફ્રિકા
એડન માર્કરામ, ડીન એલ્ગર, થ્યુનિસ ડી બ્રુયિન, તેમ્બા બાવુમા, ફેફ ડુપ્લેસી (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, ડેન પીટ, કગીસો રબાડા.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
