Kutch News/ ધોળાવીરા નજીક ફરી ધરતી ધ્રુજી, 2.7 તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છના ધોળાવીરા નજીક વહેલી સવારે 2.7 તીવ્રતાનો ભૂકંપ (Earthquake) અનુભવાયો. કોઈ જાનહાનિ કે નુકસાન નહીં. GSDMA અને ISR દ્વારા સ્થિતિ પર નજર.

Top Stories Gujarat Breaking News
Earthquake

Kutch News:કચ્છમાં એકવાર ફરી ધરતી ધ્રુજી ઉઠી છે. વિશ્વ વારસા સ્થળ ધોળાવીરા (Dholavira) નજીક વહેલી સવારે આશરે 3:05 કલાકે રિક્ટર સ્કેલ પર 2.7 તીવ્રતાનો હળવો ભૂકંપ (Earthquake)નો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી આશરે 41 કિલોમીટર દૂર નોંધાયું હતું.સત્તાવાર સ્ત્રોતો અને સ્થાનિક અહેવાલો અનુસાર, આ હળવા તીવ્રતાના ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટા પાયે મકાનોને નુકસાન થયું નથી. ધોળાવીરા અને આસપાસના ગામડાઓમાં રહેતા લોકોને થોડીવાર માટે કંપન અનુભવાયું હતું, જેના કારણે કેટલાક લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. જોકે, થોડી જ વારમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.

 Earthquake

વહેલી સવારે 3:05 કલાકે અનુભવાયો ભૂકંપ (Earthquake)

કચ્છ વિસ્તાર ભારતના સૌથી વધુ ભૂકંપીય જોખમવાળા વિસ્તારોમાં ગણાય છે. 2001ના વિનાશક ભુજ ભૂકંપ (Earthquake) (7.7 તીવ્રતા) પછી અહીં અનેક હળવા અને મધ્યમ તીવ્રતાના આંચકા નોંધાતા રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં પણ ભચાઉ, રાપર, ધોળાવીરા અને આસપાસના વિસ્તારોમાં 2.5થી 4.0+ તીવ્રતાના અનેક ભૂકંપો આવ્યા છે, જે કચ્છ રિફ્ટ બેસિનની ભૂસ્તરીય પ્રવૃત્તિને દર્શાવે છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR), ગાંધીનગર દ્વારા આવા ભૂકંપો (Earthquake)નું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. લોકોને શાંત રહેવા અને ભૂકંપના સમયે ‘Drop, Cover and Hold On’ જેવી સુરક્ષા પગલાં અપનાવવાની સલાહ આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગીર સોમનાથના તાલાલામાં ફરી ધરતી ધ્રૂજી, સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો

આ પણ વાંચો: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો, તીવ્રતા 3.2 નોંધાઈ

આ પણ વાંચો: કચ્છની ધરા ફરી ધ્રુજી, ભૂકંપની તીવ્રતા 2.5 નોંધાઈ