Ahmedabad News: ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઈનોવેશન સેલ (MIC) અને AICTE ની અગ્રણી પહેલ, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) 2025 – સોફ્ટવેર એડિશનનો ભવ્ય વેલેડિક્ટરી સમારંભ શિવાનંદ આશ્રમ, અમદાવાદ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) એ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC–ISRO)ના સશક્ત સહયોગથી સતત આઠમી વખત આ ગ્રાન્ડ ફિનાલેનું સફળ હોસ્ટિંગ કરીને ફરી એકવાર નવીનતા, ટેક્નોલોજી અને રાષ્ટ્ર નિર્માણ માટેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. SIH ને વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક અભિગમ, સમસ્યા-સમાધાન ક્ષમતા, ડિઝાઇન થિંકિંગ અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા માટેનું વિશ્વનું સૌથી મોટું ઓપન ઈનોવેશન પ્લેટફોર્મ ગણવામાં આવે છે. સમારંભનો પ્રારંભ ડૉ. કે. એન. ખેર, રજિસ્ટ્રાર, GTU દ્વારા ઉષ્માભર્યા સ્વાગત સંબોધનથી થયો, જેમાં તેમણે સતત 8 વર્ષ SIH હોસ્ટ કરવાની સંસ્થાની સિદ્ધિનો ઉલ્લેખ કર્યો અને ત્યારબાદ આગંતુક મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું.
રિવાબા આર જાડેજા ની ઉપસ્થિતિ માં જી ટી યુ અને SAC–ISRO ના સંયુક્ત ઉપક્રમે 8મી વખત સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (એશ આઈ એચ) ની ગ્રાન્ડ ફિનાલેનું સફળ હોસ્ટિંગ

SAC–ISRO ના ડિરેક્ટર ડૉ. નિલેશ એમ. દેસાઈએ પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં ભારતના ક્વાન્ટમ કમ્પ્યુટિંગ, સેટેલાઇટ ટેક્નોલોજી અને ડીપ-ટેક ક્ષેત્રે થતા ઝડપી વિકાસ પર પ્રકાશ પાડીને વિદ્યાર્થીઓને સંશોધન અને ઇન્ડસ્ટ્રી-રીલવન્ટ સ્કિલ ડેવલપમેન્ટ તરફ ગંભીરતાથી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. તેમણે GTU જેવી સંસ્થાઓના યોગદાનને ભારતને ટેક્નોલોજીકલ રીતે શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યું. પદ્મશ્રી ડૉ. ગણપતભાઈ પટેલ, પ્રેસિડન્ટ અને પેટ્રોન-ઈન-ચીફ, ગણપત યુનિવર્સિટી, એ પોતાના દ્રષ્ટિવંત ઉદ્બોધનમાં વ્યવસાય, ટેક્નોલોજી અને રાષ્ટ્ર-નિર્માણ વચ્ચેની ગાઢ અંતરસંબંધિતતાને સમજાવીને વિદ્યાર્થીઓની સમસ્યા-સમાધાન પ્રત્યેની વૃત્તિ અને નવીન અભિગમની પ્રશંસા કરી. GTU ના માનનીય વાઇસ ચાન્સેલર ડૉ. રાજુલ કે. ગજ્જરએ પોતાના કીનોટ એડ્રેસમાં GTU ના NEP 2020 આધારિત પ્રયાસો, જેમ કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત બનાવવું, ઈન્ટરડિસિપ્લિનરી ઈનોવેશન પ્રોત્સાહિત કરવું અને વિદ્યાર્થીઓને અભ્યાસની પરંપરાગત સીમાઓની બહાર વિચારવા પ્રેરિત કરવા પર ચર્ચા કરી.

સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ રાજ્યમંત્રી, રિવાબા જાડેજાએ હાજરી આપી હતી. તેમણે પોતાના પ્રેરણાદાયક અધ્યક્ષીય સંબોધનમાં મહિલા ઉદ્યોગસાહસ, યુવા સશક્તિકરણ અને ડૉ. વિક્રમ સારાભાઈની વૈજ્ઞાનિક વારસો પર પ્રભાવશાળી રીતે પ્રકાશ પાડીને ભારપૂર્વક કહ્યું કે, “ભારતનું ભવિષ્ય સરકારી ઈમારતોમાં નહીં પરંતુ અમારા લેબોરેટરીઝ, સંશોધન કેન્દ્રો અને નવીન વિચારશક્તિ ધરાવતા યુવાનોમાં વસેલું છે.”તેમણે શિક્ષણમાં સ્કિલ-બેઝ્ડ લર્નિંગ, સંશોધન, ટેક્નોલોજી અપનાવવું અને સ્ટાર્ટઅપ કલ્ચરને વધુ મજબૂત બનાવવાની જરૂરીયાત દર્શાવી.

અંતમાં, SIH 2025ના GTU નોડલ સેન્ટરના વિજેતાઓની જાહેરાત SAC–ISRO ના પ્રોજેક્ટ ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વારા કરવામાં આવી હતી. મુખ્ય ઇનામોમાં ટીમ Vasuki એ પ્રથમ ઇનામ, ટીમ A.I.M એ બીજું ઇનામ અને ટીમ Daksin Lokoverse એ ત્રીજું ઇનામ જીત્યું. આ ઉપરાંત, પ્રોત્સાહન પુરસ્કારોમાં ટીમ Zillion Minds, ટીમ AIT Greenmatters અને ટીમ Sahastranshનો સમાવેશ થાય છે. વિશેષ શ્રેણી એવોર્ડ્સ હેઠળ ઓલ-ગર્લ્સ ટીમ એવોર્ડ ટીમ Aquanova1ને મળ્યો, જ્યારે ક્વોન્ટમ ફ્રન્ટિયર એવોર્ડ ટીમ data_qubitsને એનાયત થયો. ફ્યુચર ઇનોવેટર્સ એવોર્ડ્સ ટીમ Second Thoughts, ટીમ Data Morphers અને ટીમ Arabian Knightsને આપવામાં આવ્યા.
આ પણ વાંચો:મંત્રી પદ સંભાળ્યા બાદ રિવાબા જાડેજાની જામનગરમાં ભવ્ય એન્ટ્રી
આ પણ વાંચો:”તમે ઔકાતમાં રહો બહુ, સ્માર્ટ બનવાની જરૂર નથી” :રિવાબા જાડેજા
આ પણ વાંચો:ચેન્નાઇ સુપર કિંગ્સની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો શું કહ્યું રિવાબા જાડેજાએ

