બાપુના પત્ની બગડ્યા/ ”તમે ઔકાતમાં રહો બહુ, સ્માર્ટ બનવાની જરૂર નથી” :રિવાબા જાડેજા

રિવાબા જાડેજા બોલ્યા ”સળગાવવા વાળા તમે જ છો હવે ઠારવાનો પ્રયાસ ના કરો, અમુકને ભાન નથી પડતી હોતી અને બહું સ્માર્ટ બનવું છે.”

Top Stories Gujarat Others

 ગુજરાતમાં હવે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપનો આંતરિક કલેશ સાવ સપાટી પર આવી ગયો છે. ભાજપમાં પત્રિકા કાંડ બાદ હવે જામનગરમાં ધારાસભ્ય રિવાબાનો મેયરને વીડિયો સામે આવ્યો છે. જણાવીએ કે જામનગરમાં મહિલા આગેવાનો વચ્ચે શહીદ સ્મારક લોકાર્પણ કાર્યક્રમમાં તું – તું, મે – મે થઇ છે.

જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. શહેરમાં ‘મારી માટી, મારો દેશ કાર્યક્રમ’માં ધારાસભ્ય રિવાબા જાડેજા ગુસ્સે ભરાયા હતા. ચાલુ કાર્યક્રમમાં જ MLA રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી પર લાલઘુમ થઈ ગયા હતા. જોકે, આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો.

આ વીડિયોના શબ્દો પરથી સમજી શકાય છે કે મેયર પોતાના હોદ્દાને લઇને વાત કરી રહ્યા હતા. એટલે કે હોદ્દાને લઇને બંને વચ્ચે કોઇ બાબતે રકઝક થઇ હતી.આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ સહિત અનેક લોકો હાજર હતા. જેમણે આ બંને મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ પૂનમ માડમે પણ બંનેની રકઝકમાં દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે પણ રિવાબા જાડેજાના રોષનો સામનો કરવો પડ્યો હતો.

આટલું જ નહીં સાંસદ પૂનમબેન માડમ વચ્ચે પડતા તેમને પણ રિવાબા જાડેજાએ જાહેરમાં ન બોલવાનું બોલી દેતા કહ્યું હતું કે, તમે જ આ બધું સળગાવાવાળા તમે જ છો અને હવે ઠારવાનો પ્રયાસના કરો. આમ રિવાબા જાડેજાએ સિનિયર નેતાનું અપમાન કર્યું હતું. આટલું જ નહીં પરંતુ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વચ્ચે પડી બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો.

પૂનમ માડમ બે ટર્મથી ભાજપના સાંસદ છે અને શહેર અને ગુજરાત ભાજપના પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે, પોતાનો મોટો સમર્થક વર્ગ ધરાવે છે. રિવાબા ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજા સાથે ચૂંટણી પ્રચાર કરી ભારે બહુમતિથી પહેલીવાર ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા છે. બન્ને વગદાર પરિવારમાંથી પણ આવે છે. બન્ને વચ્ચે શું મતભેદ થયા તે અંગે કોઈ માહિતી નથી, પણ હાલમાં ગુજરાતમાં આ બન્ને વચ્ચેનો દેખાઈ રહેલો ખટરાગ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો

આ પણ વાંચો:સાઈબર ક્રાઈમની ફરિયાદ બાદ સુરતની 27 હીરા કંપનીઓનાં બેન્ક ખાતા ફ્રીઝ, કરોડોના વ્યવહારો ખોરવાયા

આ પણ વાંચો:બધુજ અહીંયા સસ્તું છે ….સસ્તા હે પણ આછા હે અમદાવાદ

આ પણ વાંચો:ભરૂચમાં ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દટાયો, એકનું મોત