Not Set/ નહેરમાં કાર ખાબકી જતા એક જ પરિવારનાં 4 લોકોનાં થયા મોત

શુક્રવારે વહેલી સવારે રાજસ્થાનનાં હનુમાનગઢ જિલ્લાનાં સાંગરીયા શહેરની નજીકથી નીકળતી શાર્દુલ નહેરમાં કાર કાબૂ ગુમાવ્યા બાદ ખાબકી ગઇ હતી. જેમાં ચારેય મુસાફરોનાં મોત નીપજ્યાં હતા, જ્યારે બે લોકોને પસાર થતા લોકો દ્વારા બચાવવામાં આવ્યા હતા. આ મૃતક એક જ પરિવારના હતા. મૃતકનાં પરિવારનાં સુનિલ પુત્ર લક્ષ્મણરામ ધનક વોર્ડ સંગરીયાએ જણાવ્યું હતું કે, રાજેશ (40) પુત્ર […]

Top Stories India

શુક્રવારે વહેલી સવારે રાજસ્થાનનાં હનુમાનગઢ જિલ્લાનાં સાંગરીયા શહેરની નજીકથી નીકળતી શાર્દુલ નહેરમાં કાર કાબૂ ગુમાવ્યા બાદ ખાબકી ગઇ હતી. જેમાં ચારેય મુસાફરોનાં મોત નીપજ્યાં હતા, જ્યારે બે લોકોને પસાર થતા લોકો દ્વારા બચાવવામાં આવ્યા હતા. આ મૃતક એક જ પરિવારના હતા.

Image result for car in hanumangarh

મૃતકનાં પરિવારનાં સુનિલ પુત્ર લક્ષ્મણરામ ધનક વોર્ડ સંગરીયાએ જણાવ્યું હતું કે, રાજેશ (40) પુત્ર સુરજીતસિંહ રહેવાસી નિમ્બી છાજિયાસ મહેન્દ્રગઢ, હરિયાણા તેની પત્ની કમલેશ (32) અને પુત્રી ખુશી, કોમલ, વંદના અને પુત્ર કૃણાલને મળવા આવ્યા હતા. શુક્રવારે સવારે રાકેશ નાથવાના હેડ પાસેનાં મંદિરમાં પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં નથવાના પુલ પાસે કાર નિયંત્રણ ખોઇ બેસી અને નહેરમાં ધસી ગઈ હતી. કાર કેનાલમાં પડતા જોઇને પસાર થતા લોકો ત્યાંથી દોડતા આવી ગયા હતા.

Image result for car in hanumangarh

અધિકારી લાયકસિંહે જણાવ્યું હતું કે, તેઓ પણ માહિતી મળ્યા બાદ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સત્પાલ રતનપુરા અને અન્ય મુસાફરોની મદદથી કમલેશ અને કોમલને કારમાંથી સુરક્ષિત બહાર કાઠ્યા હતા, પરંતુ બાકીનાં ચાર પાણીમાં ડૂબી ગયા હતા. તેઓને બચાવી શકાયા નહીં. મૃતકોમાં એક પિતા, બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.