ઉજવણી/ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવાસ્થાને ઐતિહાસિક અવસરના વધામણાં કર્યા

અયોધ્યાથી નેપાળના જનકપુર સુધી દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં લોકો તેમના ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં દીવા પ્રગટાવી રહ્યા છે

Top Stories Gujarat

અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન બાદ આખો દેશ રામમય થઈ ગયો છે. આ શુભ અવસર પર અયોધ્યાથી નેપાળના જનકપુર સુધી દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં લોકો તેમના ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં દીવા પ્રગટાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પીએમ આવાસ પર દીપ પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરી હતી. તેમણે રામલલાની તસવીર સામે દીવો પણ પ્રગટાવ્યો હતો,દેશભરમાં ઉજવણી કરવામાં દીપોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી,ગુજરાતના આરોગ્યમંત્રીએ  દીપોત્સવની ઉજવણી કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને વધાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ વિસનગર સ્થિત નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી વધામણાં કર્યા હતા.

આ પણ વાંચો:Ayodhya Ram Temple/અયોધ્યામાં તમને જોવા મળશે સૌથી સુંદર રામાયણ, જેની કિંમત છે 1 લાખ 65 હજાર