Ayodhya News: અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ થનારી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ પૂરી અયોધ્યા દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. આ વચ્ચે 45 કિલોની રામાયણ જેની કિંમત 1 લાખ 65 હજાર છે તેને ડિસ્પલેમાં મૂકવામાં આવી છે. આ રામાયણ અત્યારે સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. તો જાણો આ રામાયણ વિશે સમગ્ર માહિતી.
આ રામાયણ 3 બોક્સમાં મૂકવામાં આવે છે. ખોખાના ઉપરનો ભાગ પુસ્તકનો આકાર લઈ લે છે જેના ઉપર પુસ્તક મૂકી શકાય છે. રામાયણના બહારના ભાગને તૈયાર કરવા માટે અમેરિકાની અખરોટની લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બુકના પાના પર અક્ષરોની કોતરણી કરવા જાપાની સાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ બુકના કાગળો ફ્રાંસના છે. આ કાગળો એસિડ ફ્રી છે. આ એક પ્રકારનું પેટંટ પેપર છે જેનો ઉપયોગ ફક્ત આ પુસ્તક માટે જ કરવામાં આવ્યો છે. આ કાગળો બજારમાં સરળતાથી ઉપલબ્ધ થતાં નથી.
વાચકોને એક સારો અને રસપ્રદ અનુભવ મળી રહે છે. આ પુસ્તકના નિર્માતાઓનું માનવું છે કે આ પુસ્તક 400 વર્ષ સુધી સાચવી શકાય છે. અમે અમારી સુંદર રામાયણની સાથે ટેન્ટ સિટી અયોધ્યા પહોંચ્યા છે. આ દુનિયાની સૌથી કિંમતી રામાયણ છે. તમે એ જરૂર કહી શકશો કે આ એક સુંદર રામાયણ ફક્ત અયોધ્યામાં જ છે. જેની કિંમત રૂપિયા 1.65 લાખ છે.
આ પણ વાંચો:Pakistan – Iran War/ ઈરાન-પાકિસ્તાન તંગદિલી વચ્ચે ઈરાને શરૂ કરી એર ડિફેન્સ ડ્રિલ
આ પણ વાંચો:બળાત્કારથી ગર્ભવતી બનેલી 11 વર્ષની બાળકીએ આપવો પડશે બાળકને જન્મ,જાણો શું કહ્યું કોર્ટે