Not Set/ ડાંડ શિક્ષકોનો વારો પાડશે શિક્ષણ વિભાગ, પેપર ચકાસણી મામલે બોલાવ્યા ગાંધીનગર

ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્રારા પેપર ચકાસણી કરતા શિક્ષકો મામલે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પેપર ચકાસણી દરમિયાન ભુલ કરનારા 7000 શિક્ષકોને ગાંધીનગરથી તેડું મોકલાવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપર ચકાસણી દરમિયાન ભુલ કરી હોવાથી તમામ શિક્ષકોને ગાંધીનગર બોલાવાયા છે. આપને જણાવી દઇએ કે જે શિક્ષકો દ્વારા પેપર ચકાસણી દરમ્યાન […]

Top Stories Gujarat
pjimage 3 2 ડાંડ શિક્ષકોનો વારો પાડશે શિક્ષણ વિભાગ, પેપર ચકાસણી મામલે બોલાવ્યા ગાંધીનગર

ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્રારા પેપર ચકાસણી કરતા શિક્ષકો મામલે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પેપર ચકાસણી દરમિયાન ભુલ કરનારા 7000 શિક્ષકોને ગાંધીનગરથી તેડું મોકલાવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપર ચકાસણી દરમિયાન ભુલ કરી હોવાથી તમામ શિક્ષકોને ગાંધીનગર બોલાવાયા છે.

education dept.jpg2 ડાંડ શિક્ષકોનો વારો પાડશે શિક્ષણ વિભાગ, પેપર ચકાસણી મામલે બોલાવ્યા ગાંધીનગર

આપને જણાવી દઇએ કે જે શિક્ષકો દ્વારા પેપર ચકાસણી દરમ્યાન જેટલી ભૂૂલો કરવામાં આવી છે, તે ભૂલમાં પ્રત્યેક માર્ક દીઠ શિક્ષકો પાસેથી દંડ વસુલાશે. બોલાવાયેલા શિક્ષકોને કેવી રીતે પેપર તપાસવું તે અંગેનાં પાઠ પણ આહીં ભણાવવામાં આવશે.

teacher ડાંડ શિક્ષકોનો વારો પાડશે શિક્ષણ વિભાગ, પેપર ચકાસણી મામલે બોલાવ્યા ગાંધીનગર

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પેપર ચકાસણીમાં પ્રત્યેક માર્ક બદલ રૂ. 100નો દંડ વસુલાશે, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીમાં પ્રત્યેક માર્કની ભુલ બદલ રૂ. 200નો દંડ વસુલાશે. તો સાથે સાથે સતત 10 દિવસ સુધી શિક્ષકોને પેપર ચકાસણી કેવી રીતે કરવી, તે અંગેના માર્ગ દર્શન આપવામાં આવશે, કારણ કે પ્રત્યેક વિદ્યાર્થી માટે આ ધોરણોમાં માર્કની અહેમીયત ખુબ વધુ હોય છે અને માટે જ પેપર તપાસતા તમામ શિક્ષકો પણ તે પ્રમાણે ક્વોલિફાય હોવા જરૂરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.