Not Set/ મહારાષ્ટ્ર/ 5 વર્ષ બીજેપીના જ નેતૃત્વમાં જ સરકાર રહેશે : ફડણવીસની સ્પષ્ટ જાહેરાત

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાના ચૂંટણી પરિણામો આવી ગયા છે. હરિયાણા માં આજે બપોરે નવા મંત્રી મંડળની શપથવિધિ સમારોહ પણ રાખવામાં આવ્યો છે. પરંતુ મહારષ્ટ્રમાં કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે. શિવસેના હવે 50-50 ફોર્મ્યુલા પર અટવાઈ ગઈ છે. શિવસેનાના નેતા પ્રતાપ સરનાઇકે શનિવારે કહ્યું હતું કે અમારી બેઠકમાં એવું નક્કી થયું હતું કે અમિત શાહે લોકસભાની […]

Top Stories India
ahmednagar massacre shiv sena blames bjp for imposing political assassination 141477 મહારાષ્ટ્ર/ 5 વર્ષ બીજેપીના જ નેતૃત્વમાં જ સરકાર રહેશે : ફડણવીસની સ્પષ્ટ જાહેરાત

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાના ચૂંટણી પરિણામો આવી ગયા છે. હરિયાણા માં આજે બપોરે નવા મંત્રી મંડળની શપથવિધિ સમારોહ પણ રાખવામાં આવ્યો છે. પરંતુ મહારષ્ટ્રમાં કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે.

શિવસેના હવે 50-50 ફોર્મ્યુલા પર અટવાઈ ગઈ છે. શિવસેનાના નેતા પ્રતાપ સરનાઇકે શનિવારે કહ્યું હતું કે અમારી બેઠકમાં એવું નક્કી થયું હતું કે અમિત શાહે લોકસભાની ચૂંટણી પહેલા 50-50 ફોર્મ્યુલાનું વચન આપ્યું હતું, તે પ્રમાણે બંને સાથી પક્ષોને પણ અઢી  વર્ષ સરકાર ચલાવવાની તક હોવી જોઈએ, તેથી મુખ્યમંત્રી પણ શિવસેનાના હોવા જોઈએ. ઉદ્ધવ ઠાકરેને ભાજપ તરફથી આવી લેખિત ખાતરી મળવી જોઈએ.

શિવસેના શુ કહે છેતે તરફ સૌની મીટ શિવસેના દ્વારા બીજેપી સાથે સત્તમાં સમાન હિસ્સેદારી માંગ વચ્ચે હવે ભાજપના સીએમ દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું છે. ગઠબધંનમાં તેમની પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે અને આગામી પાંચ વર્ષો સુધી બીજેપીના નેતૃત્વમાં જ સરકાર ચાલશે, મહારાષ્ટ્રમાં બીજેપી સહયોગી પાર્ટી શિવસેના તેના તેવર સખ્ત કરતા કહ્યું હતું કે તેમની પાર્ટીને અઢી વર્ષ માટે સીએમ પદ મળવું જોઈએ, અને બીજેપીના નેતૃત્વમાં લેખીતમાં આપવું પડશે જો કે હવે ફડણવીસના નિવેદન બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે બીજેપી તેના સ્ટેન્ડ પર કાયમ રહેશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 105 બેઠકો અને શિવસેનાએ 56 બેઠકો જીતી લીધી છે. તે જ સમયે, કોંગ્રેસ પાસે 44 બેઠકો અને એનસીપીના ખાતામાં 54 બેઠકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.