Not Set/ મહારાષ્ટ્રમાં દર વર્ષે 34 લોકો ડ્રગના વ્યસનને કારણે મૃત્યુ પામે છે,તો દેશમાં વર્ષે સરેરાસ 112 લોકોના મોત 

મહારાષ્ટ્રમાં 2017 થી 2019 ની વચ્ચે, મહારાષ્ટ્રમાં ડ્રગના વ્યસનને કારણે કુલ 102 લોકો મૃત્યુ પામ્યા હતા. NCRB ના આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં દર વર્ષે સરેરાશ 34 લોકો ડ્રગના દુરૂપયોગને કારણે મૃત્યુ પામે છે.

Top Stories India Trending
tech 1 મહારાષ્ટ્રમાં દર વર્ષે 34 લોકો ડ્રગના વ્યસનને કારણે મૃત્યુ પામે છે,તો દેશમાં વર્ષે સરેરાસ 112 લોકોના મોત 

છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં દર વર્ષે સરેરાશ 112 લોકો ડ્રગના દુરૂપયોગને કારણે મૃત્યુ પામ્યા છે. જો કે, રાહતની વાત છે કે ડ્રગના ઓવરડોઝને કારણે મૃત્યુની ઘટનાઓમાં 20 ટકાનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં 2017 થી 2019 ની વચ્ચે, મહારાષ્ટ્રમાં ડ્રગના વ્યસનને કારણે કુલ 102 લોકો મૃત્યુ પામ્યા હતા. NCRB ના આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં દર વર્ષે સરેરાશ 34 લોકો ડ્રગના દુરૂપયોગને કારણે મૃત્યુ પામે છે.

રાજસ્થાનમાં ડ્રગથી થતા મૃત્યુમાં 61 ટકાનો ઘટાડો થયો છે
NCRB ના આંકડા મુજબ, 2017 માં રાજસ્થાનમાં 125, 2018 માં 153 અને 2019 માં 60 લોકો ડ્રગના વ્યસનને કારણે મૃત્યુ પામ્યા હતા. આમ, 2018 ની સરખામણીમાં 2019 માં રાજસ્થાનમાં ડ્રગના દુરુપયોગથી મૃત્યુની સંખ્યામાં 60.78 ટકાનો ઘટાડો થયો છે. 2017 થી 2019 વચ્ચે મધ્યપ્રદેશમાં ડ્રગના દુરૂપયોગને કારણે કુલ 140 લોકોના મોત થયા છે. જેમાં 22 મહિલાઓ અને 118 પુરુષોનો સમાવેશ થાય છે.

NCRB અનુસાર, 2019 માં દેશમાં 704 લોકો ડ્રગના દુરૂપયોગને કારણે મૃત્યુ પામ્યા હતા. જેમાં તમિલનાડુમાં સૌથી વધુ 108 લોકોના મોત થયા છે. જ્યારે કર્ણાટકમાં 67 અને ઉત્તરપ્રદેશમાં 64 લોકો ડ્રગના વ્યસનને કારણે મૃત્યુ પામ્યા હતા. 2017 માં, રાજસ્થાનમાં ડ્રગ ઓવરડોઝને કારણે સૌથી વધુ 125 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2018 માં પણ રાજસ્થાનમાં જ ડ્રગ ઓવરડોઝને કારણે 153 લોકોના મોત થયા હતા.

“ઉડતા પંજાબ” માં ડ્રગના દુરુપયોગની સ્થિતિ શું છે
અભિનેતા શાહિદ કપૂર અભિનીત ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માં યુવાનોમાં ડ્રગનું વ્યસન બતાવવામાં આવ્યું હતું. પંજાબમાં 2019 માં 45 લોકો, 2018 માં 78 અને 2017 માં 71 લોકો ડ્રગ્સના સેવનને કારણે મૃત્યુ પામ્યા હતા. નોંધનીય છે કે 2019 માં દેશમાં ડ્રગના દુરૂપયોગને કારણે થયેલા કુલ મૃત્યુમાંથી 6 ટકા મૃત્યુ પંજાબમાં થયા છે. 2017 માં આ આંકડો 9.5 ટકા અને 2018 માં 9 ટકા હતો.

દેશમાં ડ્રગ વ્યસનને કારણે મૃત્યુના આંકડા:-

2019 માં 704 લોકોનાં મોત

2018 માં 875 લોકોનાં મોત

2017 માં 745 લોકોના મોત

Auto / આ મહિલા રેસરે ભારતમાં પહેલી Aprilia RS660 બાઇક ખરીદી, જેની કિંમતમાં આવી જાય કાર 

Auto / આ મેડ ઇન ઇન્ડિયા બાઇક વિદેશોમાં ધૂમ મચાવી રહી છે, 1 લાખથી વધુ નિકાસ

Tips / પાન કાર્ડ ખોવાઈ ગયું છે અથવા તે ચોરાઈ ગયું છે, તમે આ સરળ રીતથી ફરી અરજી કરી શકો છો