ઉમેશ પાલ હત્યા કેસ/ જાણો કોણ છે એ પોલીસ અધિકારી જેણે અતીકના પુત્રને માર્યો ઠાર, રાષ્ટ્રપતિએ પણ કરી ચુક્યા છે સન્માન

આજે ગુરુવારે, STF ની ટીમે અતીકના પુત્ર અસદ અને હત્યામાં સામેલ શૂટર ગુલામને એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા. STF ની ટીમે બંનેને ઠાર માર્યા હતા.

Top Stories India
અતીકના પુત્ર

ઉમેશ પાલ હત્યા કેસ બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. તેને પકડવાનું કામ ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને આપવામાં આવ્યું હતું. આજે ગુરુવારે, STF ની ટીમે અતીકના પુત્ર અસદ અને હત્યામાં સામેલ શૂટર ગુલામને એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા. STF ની ટીમે બંનેને ઠાર માર્યા હતા. આ ટીમનું નેતૃત્વ STF DSP નવેંદ્રુ સિંહ અને DSP વિમલ કરી રહ્યા હતા.

કોણ છે DSP નવેંદ્રુ સિંહ?

નવેંદ્રુ સિંહને વર્ષ 2018માં સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ STFમાં DSP તરીકે પોસ્ટેડ છે. નવેંદ્રુ સિંહને થોડા વર્ષો પહેલા એક ડાકુ સાથેના એન્કાઉન્ટરમાં હાથ અને ગરદનમાં ગોળીથી ઈજા થઈ હતી. ગયા વર્ષે જ નવેંદ્રુ સિંહે બે ઈનામી ગુનેગારોની ઠાર કાર્ય હતા. આ માટે તેમને 2008માં રાષ્ટ્રપતિ બહાદુરી મેડલ અને 2014માં નેશનલ બ્રેવરી મેડલ એનાયત કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 2022 માં પણ, નવેન્દુ સિંહને તેમની બહાદુરી માટે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

અસદે ઉમેશ પાલ હત્યા કેસનું નેતૃત્વ કર્યું હતું

આપને જણાવી દઈએ કે બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓની આ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ધુમાનગંજ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અસદ આ હત્યાકાંડનું નેતૃત્વ કરી રહ્યો હતો. પોલીસ તેને છેલ્લા દોઢ મહિનાથી શોધી રહી હતી, પરંતુ તે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. આજે આખરે પોલીસને તેની ઝાંસીમાં હાજરી અંગેનો સંકેત મળ્યો અને એસટીએફની ટીમે તેની સાથે એન્કાઉન્ટર કર્યું. મળતી માહિતી મુજબ, પોલીસને માર્યા ગયેલા અસદ અને ગુલામ પાસેથી વિદેશી અત્યાધુનિક હથિયારો પણ મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ અસદનું એન્કાઉન્ટર/ અસદના એન્કાઉન્ટરની એ,બી,સી,ડી જાણો

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશ/ ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર, શૂટર ગુલામ પણ માર્યો ગયો

આ પણ વાંચોઃ નવી દિલ્હી/ BBC સામે EDની મોટી કાર્યવાહી, FEMA હેઠળ નોંધાયો કેસ