રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એક તરફી પ્રેમીના હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતની ગ્રીષ્મા હત્યા કેસ હજુ આંખ સામે છે ત્યારે વધુ એક આવો કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કિશોરી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સનસનાટી મચી ગઈ છે. કિશોરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને ગળાના ભાગે 35 જેટલા ટાંકા આવ્યા છે. હાલ પોલીસ દ્વારા હુમલો કરનારા યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી એક 17 વર્ષની કિશોરી પર 35 વર્ષના ભરત બોડાણ નામના એક તરફી પ્રેમી દ્વારા ગળું કાપીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. છેલ્લા 4 વર્ષથી ભરત અહીં વાડજમાં રહેવા આવ્યો હતો. તે પોતે અપરણિત હતો, ભરત છૂટક મજુરી કરે છે ઉપરાંત દારુના નશાની ટેવ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ભરતની નજર અહીં રહેતી એક કિશોરી પર હતી, તે તેના પ્રેમમાં ગાંડો થવા લાગ્યો હતો. તેમે બે વર્ષ પહેલા કિશોરી સામે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ તેણીને ના પાડી દીધી હતી. આ દરમિયાનમાં કિશોરીના પિતાનું અવસાન થયું અને પછી કિશોરીને પામવા ભરત તેને પરેશાન કરવા લાગ્યો હતો.
જણાવીએ કે તે લગ્નનો પ્રસ્તાવ લઈને સગીરાની માતા પાસે પહોંચી ગયો હતો. જોકે, ભરત સગીરા કરતા 23 વર્ષ મોટો હોવાથી માતાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમ છતાં તેણે સગીરાને હેરાન પરેશાન કરવાનું ચાલું રાખ્યું હતું. એક તરફી પ્રેમમાં પાગલ થયેલા ભરતે સગીરાને પામવા માટે પોતાની તમામ હરકતો પાર કરી દીધી હતી અને છેલ્લા એક મહિનાથી સતત સગીરાનો પીછો કરતો હતો. જેથી સગીરાએ ઘરેથી નીકળતા પણ ડર લાગતો હતો. તે સગીરાને આત્મહત્યા કરવાની કે તેની હત્યા કરી દેવાની ધમકી આપ્યા કરતો હતો.
ગઈકાલે બુધવારે સાંજે તેણી શાકભાજી લેવા ઘરેથી જતી હતી ત્યારે ભરતે તેનો પીછો કર્યો અને તેને ગળા પર તિક્ષણ હથિયારથી ઘા કર્યો. છરીના ઘા મારતા તેણી ગંભીર રીતે ઘવાઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તેને 35 ટાંકા આવ્યા હતા. આ તરફ દીકરીનો પરિવાર ડરી ગયો હતો.
આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય
આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત
આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત
આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ
આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ
