Not Set/ આ રેસ્ટોરન્ટમાં જમવા આવેલા લોકોને ચાટવી પડે છે દિવાલ, જાણો આ પાછળનું કારણ

દિવાલ ચાટવું તમને વિચિત્ર લાગશે, પરંતુ તે સાચું છે. આ રેસ્ટોરન્ટ અમેરિકાના એરિઝોના શહેરમાં છે. જ્યાં સ્કોટ્સડેલ નામનું સ્થળ છે. આ વિસ્તારમાં ‘ધ મિશન’ નામની એક…

Ajab Gajab News Trending
America Restaurant

America Restaurant: વિશ્વભરમાં ફૂડ પ્રેમીઓ માટે ઘણા શ્રેષ્ઠ સ્થળો છે. આવી ઘણી રેસ્ટોરન્ટ્સ છે, જ્યાં ખાવાની સાથે બીજી ઘણી વસ્તુઓ ફેમસ છે. આવો આજે તમને એક એવી જ રેસ્ટોરન્ટ વિશે જણાવીએ, જ્યાં તેનો અનોખો રિવાજ તેને પ્રખ્યાત બનાવે છે. ત્યાં જતા લોકો રેસ્ટોરન્ટમાં બનેલી દિવાલ ચાટે છે.

દિવાલ ચાટવું તમને વિચિત્ર લાગશે, પરંતુ તે સાચું છે. આ રેસ્ટોરન્ટ અમેરિકાના એરિઝોના શહેરમાં છે. જ્યાં સ્કોટ્સડેલ નામનું સ્થળ છે. આ વિસ્તારમાં ‘ધ મિશન’ નામની એક રેસ્ટોરન્ટ છે, જ્યાં મુલાકાતીઓએ ભોજનની સાથે રેસ્ટોરન્ટની દીવાલ ચાટીને ટેસ્ટ કરવો પડે છે. આવો તમને જણાવીએ આ પાછળનું કારણ શું છે. આ દિવાલ થોડી ખાસ છે. એટલા માટે અમેરિકામાં ધ મિશન રેસ્ટોરન્ટ્સ તેમના ગ્રાહકોને તેને ચાટવા માટે પ્રોત્સાહિત કરે છે.

આ દિવાલ 17 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. આ સ્વાદિષ્ટ દિવાલ પિંક હિમાલયન સોલ્ટ એટલે કે પિંક સોલ્ટમાંથી બનાવવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર આ સ્વાદિષ્ટ પિંક હિમાલયન સોલ્ટ વોલને અહીં રેસ્ટોરન્ટના હેડ શેફ દ્વારા લાવવામાં આવી હતી, જે હવે ખૂબ ફેમસ છે. કહેવાય છે કે તેનો સ્વાદ હજુ 17 વર્ષ સુધી અકબંધ છે. આ જ કારણ છે કે રેસ્ટોરન્ટમાં આવનાર દરેક વ્યક્તિ આ સ્વાદિષ્ટ દિવાલને ચાટે છે.

ચાટવાથી રોગ નહીં ફેલાય?

ઉલ્લેખનીય છે કે લોકોના મનમાં સવાલ ઉઠે છે કે દીવાલ ચાટવાથી કોઈ રોગ તો નહીં થાય? તો તમને જણાવી દઈએ કે પિંક હિમાલયન સોલ્ટથી બનેલી આ દિવાલમાં સફાઈના ગુણ છે, જેના કારણે રોગ ફેલાવાનો કોઈ ખતરો નથી. જો કે, તેમ છતાં રેસ્ટોરન્ટ સ્ટાફ આ દિવાલને રોજ સાફ કરે છે.

આ પણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસ / સોનિયા ગાંધી છે હોસ્પિટલમાં, રાહુલ ગાંધીએ ED પાસે વધુ ત્રણ દિવસનો સમય માંગ્યો