Not Set/ પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે ‘હંજ’

મોટો હંજ / બળા/ ઠાકોરજીના જાનૈયા/ Greater flamingo / હિન્દી: રાજહંશ
કદ: ૬૦ ઇંચ સુધી. ઊંચાઈ: ૫૩ ઇંચ સુધી. વજન: ૩.૫ કિલોગ્રામ સુધી.

Ajab Gajab News Trending
હંજ

લેખક: જગત કીનખાબવાલા

મોટો હંજ એક ઊંચું, ખુબ લાંબી ડોક, લાંબી ટાંગોવાળું, પાણીમાં ચાલતું મુખ્યત્વે ગુલાબી રંગો અને લાલચટક/ સ્કારલેટ રંગો વાળું અને સાથે ઉપરથી ગુલાબી પાંખોવાળું તેમજ નીચેથી કાળી પાંખો વાળું એક મોટું અને ખુબજ સુંદર જળાશયોનું પક્ષી છે. આખુ શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ઝાંય હોય અને તેઓ પક્ષી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. તેમની પાતળી અને લાંબી ડોક તેમના રૂપમાં ચાર ચાંદ લગાવી દે છે. તેઓની ચાંચ દ્યેરી ગુલાબી, વાંકી અને આગળ છેડેથી કાળી હોય છે. આ ચાંચની રચના ખાસ ખૂબી વાળી છે જેની મદદથી તેઓ પાણી ની અંદર રહેલા ખુબ નાના સજીવો ખાઈ શકે છે.

 

jagat kinkhabwala પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે 'હંજ'
નર-માદા દેખાવમાં સરખા જોવા મળે છે. લેટિન અને સ્પેનિશ ભાષામાં fire શબ્દ ઉપરથી તેમનું નામ ફ્લેમિંગો/ flamingo પડેલું છે જે તેમની પાંખોના ચમકીલા ગુલાબી રંગને કારણે પડેલું નામ છે. તેઓ જન્મે ત્યારે ભૂખરા સફેદ રંગના હોય છે અને પછી તેમના ખોરાકના લીધે તેમનો રંગ ધીરે ધીરે ગુલાબી બને છે. તેમનો ખોરાક મુખ્યત્વે લિલ/ alage, શ્રિમ્પ/ shrimp, દેડકા, પાણીના સજીવો, પાણીની વનસ્પતિના બીજ વગેરે હોઈ તે ખોરાકના ‘કેરોટિનોઇડ/ carotenoid’ રંગદ્રવ્ય/ પીગ્મેન્ટ ને કારણે તેઓનો રંગ બદલાય છે.

pikel 37 પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે 'હંજ'
પોતાના લાંબા પગથી પાણી ખૂંદીને આગળ ચાલતા હોય ત્યારે કાદવમાં પાણી ડહોળાય ત્યારે તેમાં ચાંચ અને માથું ડુબાડી ખોરાક શોધી લે છે. પાણીમાં માથું ઊંધું નાખીને માછલી પકડી બહાર નીકળે ત્યારે બહુ વિચિત્ર લાગે છે કે આ કેવી રીતે અને શું થઇ રહ્યું છે. પોતાની ચાંચનું ઉપલું ફાડિયું જીભની ઉપરના તાળીયા તરફ રહે તેવી રીતે ડોક ઉંધી રાખી પાણી કે કાદવમાંથી ખોરાક શોધે છે. તેઓને ચાંચની ધારે કરવત જેવી કાળી દાંતી હોય છે જેના લીધે તે પાણીમાંથી ખોરાક વીણે ત્યારે વધારાનું પાણી ચાંચની દાંતીમાંથી આપોઆપ બહાર નીકળી જાય છે.

pikel 35 પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે 'હંજ'
ગુજરાતના કચ્છના રણમાં ખારા પાણીના એકજ સ્થળે તેઓની સંખ્યા ખુબ અને એટલી બધી અસંખ્ય અને વધારે છે કે તે જગ્યા ફ્લેમિંગો સીટી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે જે હંજની વિશ્વની સહુથી મોટી ઈંડા મુકવાની વસાહતોમાની એક વસાહત છે. આશ્ચર્યચકિત આંખોમાં ન સમાય, આંખો જડાઈ જાય અને ચોક્કસ ગણતરી થઇ ન શકે તેટલી મોટી સંખ્યામાં અધધધ એક જગ્યાએ હોય છે જે જોવાનો એક અદભુત લ્હાવો છે. તેઓની સંખ્યા એકજ સ્થળે સમૂહમાં એક સાથે અધધધ બે લાખ જેટલી પણ જોવા મળેલી છે.

pikel 33 પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે 'હંજ'
હજારોની સંખ્યામાં એક સાથે ઉડતા હોય અને આખું આકાશ ભરીદે તેવો ગુલાબી રંગ દેખાય જે દ્રશ્ય રંગની છોળો ઊડતી હોય તેવું નયનરમ્ય દેખાય છે. આવા દ્રશ્યને કારણે તેમના સમૂહને ગામડામાં લોકો ‘ઠાકોરજીના જાનૈયા’ તરીકે ઓળખે છે.
તેઓ પાણીમાં ચાલે છે. તેઓ ચાલતા હોય ત્યારે તેમના પગ, શરીર અને લાંબી ડોકનો સમન્વય ખુબ સુંદર દેખાય છે. તેઓની વિવિધ મુદ્રા સુંદર નાચ/ કલાકારી જેવા લાગે છે. હંમેશા પોતાના જોડીદાર સાથે જોવા મળે છે અને તેઓ ખોરાક પણ એક સાથે લે છે. પોતાના જોડીદાર સાથે પોતાની ચાંચ લાંબી કરી તેમની લાંબી ડોક ને ગોળ ફેરવીને ખોરાક આપે છે તે સમયે રચાતા આકારને કારણે સુંદરતા ચરમસીમાએ દેખાય છે અને તેવા સમયે બંનેની ભેગી ચાંચનો અને ડોકનો આકાર હૃદય જેવો દેખાય છે અને તેવીજ રીતે ક્યારેક આકાર બે ડોકને વળ ચઢાવ્યો હોય તેવો પણ જોવા મળે છે.

pikel 31 પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે 'હંજ'

બે થી ત્રણ વખત પાંખો ફફડાવીને ઉંડાણ ભરે છે ત્યારે પણ તેમની સુંદરતા અને પાંખોનો નીચેનો કાળો રંગ અને તેમનો ગુલાબી રંગ ભવ્ય દેખાય છે. તેમને ઉડતા જુવો ત્યારે તમારી નજર બીજું કશું જોવા માટે ફરી ન શકે. તે તેઓના રહેઠાણો મોટા તળાવો, દરીયાકીનારાના કિનારે કાદવીયા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે. શાંત ઝરણા, છીછરા પાણીમાં, વેટલેન્ડ/ , રેતીલા ખારા પાણીના દ્વીપમાં, મેન્ગ્રોવની ઝાડીઓમાં, લગૂનમાં વગેરે જગ્યાએ પાણીના કાંઠે રહેનારું પક્ષી છે અને તેવી જગ્યાએ અધિક માત્રામાં જોવા મળે છે.

pikel 29 પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે 'હંજ'
શિયાળાના સમયમાં કચ્છમાંથી તેઓ મુંબઈના વિવિધ વિસ્તારમાં જાય છે. તેઓ ગુજરાતના કાયમી વતની છે અને તે ઉપરાંત ચોમાસા પછી ખુબજ ઠંડા પ્રદેશ યુરોપ અને પશ્ચિમ સાઇબિરિયાથી પ્રવાસી હંજ ભારતમાં આવે છે.

pikel 28 પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે 'હંજ'
ગુજરાતમાં હંજ અગાઉથી ચાલી આવતી તેમના નામની ઓળખની ભૂલથી ‘સુરખાબ’ તરીકે ઓળખાતા અને પાઠ્ય પુસ્તકમાં પણ તે ખોટી રીતે હંજ ભૂલ સાથેજ સુરખાબ તરીકે લખાયા છે અને તે કારણે હંજને સુરખાબ માને છે. સાહિત્યમાં તેનો ઘણો ઉપયોગ થયો છે અને તેમાં પણ આજ ભૂલના કારણે સાહિત્યમાં પ્રસિદ્ધ નવલકથાકાર શ્રી ચંદ્રકાંત બક્ષીએ નવલકથાનું નામ સુરખાબ આપ્યું છે. શરૂઆતમાં ગુજરાતમાં તેને પ્રવાસી પક્ષી ગણતા હતા પરંતુ વન વિભાગે પોતાની ભૂલ સુધારી ગુજરાતના પક્ષી તરીકે સ્વીકાર્યું છે. જંગલમાં તે ૨૦ થી ૩૦ વર્ષ જીવી લે છે જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં ૫૦ વર્ષ સુધી જીવતા જોવા મળ્યા છે. તેઓની પાંખો નો રંગ નીચેથી કાળો હોય છે અને તે કાળો રંગ તે જ્યારે ઉડે ત્યારે દેખાય છે.

pikel 27 પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે 'હંજ'

તેઓના પગ તેમના આખા શરીર કરતા વધારે લાંબા હોય છે.
પાણીમાં તેઓ ૪ થી ૫ કલાક સુધી એક પગે ઉભા રહી શકે છે અને એક પગે ઉભા ઉભા ઊંઘી પણ શકે છે. તેવું મનાય છે કે એક પગ ઉપર ઉભા રહી તેઓ પાણીમાં તેમના શરીરની ગરમીનું પ્રમાણ જાળવી શકે છે. હકીકતમાં તેમનો પગ જે પાછળ તરફ વળે છે તે તેમની પગની ઘૂંટી/ ankle છે જે ઘૂંટણ/ knee થી પગ વાળેલો લાગે છે.

pikel 26 પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે 'હંજ'
ગુજરાતમાં કચ્છના મોટા રણમાં ખારા પાણીમાં ખુબ મોટી સંખ્યામાં છે જ્યાં કોઈ પણ જાતનો વિકાસ નથી અને માનવી વસતા નથી તેવા એકાંત પ્રદેશમાં તેમની ખુબજ વસાહતો આવેલી છે. તે ઉપરાંત સાબરમતીના કાંઠે અમદાવાદમાં વાસણા બેરેજ પાસે પાણીમાં, થોળ તળાવ, નળસરોવર, ખીજડીયા, ડભોઇ, વઢવાણ, લખપત, ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાનના કેટલીક નાની નદીઓ પાસે તેમજ વેટલેન્ડ વાળા ઘણા બધા વિસ્તારમાં જોવા મળે છે. દક્ષિણ એશિયા,અમેરિકા, ચીલી, બ્રાઝીલ, ઇક્વાડોર, પેરુ, આર્જેન્ટિના જેવી અનેક જગ્યાએ જોવા મળે છે.

pikel 32 પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે 'હંજ'
દુનિયામાં હંજની ૬ પ્રજાતિ છે. ગુજરાત રાજ્યનું સ્ટેટ બર્ડ છે અને બહામાસ દેશનું રાષ્ટ્રીય પક્ષી છે. શિયાળાની ઠંડીની ઋતુમાં તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા જોવા મળે છે. પ્રાણી સંગ્રહાલયમાં ૧૯૫૮ની સાલમાં સહુથી પહેલી વખત સ્વિટ્ઝર્લૅન્ડ દેશમાં તેઓએ બચ્ચા ને જન્મ આપ્યો હતો. સાયપ્રસમાં ૮ ઓગસ્ટ, ૨૦૧૫ના એક કાળો હંજ જોવા મળ્યો હતો. આ તેની એક જિનેટિક/ જૈવિક સ્થિતિને કારણે બન્યું હતું જેમાં તેનો મૂળ ગુલાબી રંગ ખોરાકને કારણે ખુબ ઘેરો થતો ગયો.

pikel 30 પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે 'હંજ'
સપ્ટેમ્બર અંહિનાથી એપ્રિલ મહિના સુધીમાં પાણીમાં ભીની માટીનો ટીંમ્બો કરીને માટીનો માળો બનાવે છે અને તે ટીમ્બાના મથાળે ગોળ ખાડો કરીને તે ખાડામાં એક ઈંડુ મૂકે છે. ઈંડાનો રંગ સફેદ ભૂખરો ચોક જેવો હોય છે અને ઈંડુ મુક્યા બાદ તે ફીકા ભૂરા રંગનું પણ દેખાય છે. માતા – પિતા વારાફરથી ઈંડા ઉપર બેસી ને તેને સેવે છે. લગભગ ૩૦ દિવસે ઇંડામાંથી બચ્ચું બહાર આવે છે. હંજ જન્મે ત્યારે સફેદ અથવા સ્લેટિયા રંગનું હોય છે. હંજ ના બચ્ચાને ફ્લેમિંગલેટ/ flaminglet કહે છે. હંજની ખોરાક પચાવવાના માર્ગમાં માતાપિતા બંને લાલ રંગનું ક્રોપ દૂધ બનાવે છે અને તેને બચ્ચાને પોતાની ચાંચથી પીવડાવે છે. એક વર્ષ માટે તેઓ પોતાના સાથીદાર ને શોધીને પોતાની જોડી બનાવે છે અને પછી નવા વર્ષે નવા જોડીદાર સાથે જોડી બનાવે છે.

pikel 28 પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે 'હંજ'

છેલ્લા ૫૦ વર્ષમાં ભૌતિક વિકાસ અને માનવી દ્વારા કરાતા શિકારને કારણે તેમજ પર્યાવરણના પ્રશ્નોને કારણે તેમની સંખ્યા ઘટતી જાય છે. ગુજરાતની વાત કરીએ તો કચ્છમાં ઔદ્યોગિક વિકાસને કારણે વીજળીના હાઈટેન્શન થાંભલા મોટા પ્રમાણમાં નાખવામાં આવ્યા ત્યારે વીજળીના ચાલુ પ્રવાહમાં વીજળીના વાયર ને ભટકાઈને ઉડતા ઉડતા આગળ જતા હજારોની સંખ્યામાં તેઓ મૃત્યુ પામ્યા હતા. વિકાસને કારણે તેઓની સંખ્યા ઘટવાનો એક દુઃખદાયક દાખલો છે અને છેલ્લા થોડા વર્ષમાં કચ્છમાં તેઓની સંખ્યા આવા વિવિધ કારણોસર ઓછી થતી જાય છે.
પાણીના કિનારે વસતા સિંહ, વાઘ, ચિત્તા, શિયાળ અને વરુ, હેયના, બિલાડી જેવા પ્રાણી તેમનો શિકાર કરીને ખાતા હોય છે. માનવી ઈંડાને મુખ્ય ખોરાક તરીકે ખાતા હોય છે અને કેટલીક જગ્યાએ બજારમાં તેમના ઈંડા વેચાતા હોય છે.
દુકાળના સમયે પાણી ન હોવાના કારણે તેઓ ખુબ મોટી સંખ્યામાં મૃત્યુ પામતા હોય છે. ટર્કીના પર્યાવરણીય અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે દુકાળના કારણે ૩૦ % હંજ મૃત્યુ પામ્યા હતા.
(ફોટોગ્રાફ્સ સહયોગ: શ્રી કિરણ શાહ અને શ્રી દિપક પરીખ. વિડિયો: શ્રી કિરણ શાહ).

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve

ફરી કુદરતના ખોળે / સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન

ફરી કુદરતના ખોળે / આ પક્ષીનું નામ ‘અમનદાવા’ અમદાવાદ નામ ઉપરથી પડ્યું છે – લાલ મુનિયા
ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!