Viral Video/ ફ્લાઇટમાં માસ્ક ન પહેરવા પર મહિલાએ વૃદ્ધને મારી દીધો લાફો, અને પછી શું થયુ જુઓ…

આજે દુનિયાભરમાં કોરોનાએ પગ પેસારો કરી દીધો છે. ત્યારે ઘણા લોકો તે વાતને સમજી ગયા છે કે જો સાવચેતી રાખીશું અને જરૂર પડે ત્યારે જ ઘરની બહાર નિકળીશું તો આ વાયરસથી બચી શકીશું.

Ajab Gajab News
માસ્ક ન પહેરવા પર થપ્પડ

આજે દુનિયાભરમાં કોરોનાએ પગ પેસારો કરી દીધો છે. ત્યારે ઘણા લોકો તે વાતને સમજી ગયા છે કે જો સાવચેતી રાખીશું અને જરૂર પડે ત્યારે જ ઘરની બહાર નિકળીશું તો આ વાયરસથી બચી શકીશું. પરંતુ ઘણીવાર અન્યની બેદરકારી નિયમો પાળતા લોકોને ભારે પડી જાય છે. જો કે ઘણીવાર બેદરકારી દાખવતા લોકોને મેથીપાક પણ મળી જ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો એક ફ્લાઇટનો સામે આવ્યો છે જ્યા એક મહિલાએ એક વૃદ્ધને માસ્ક ન પહેરવાનાં કારણે લાફો મારી દીધો હતો.

માસ્ક ન પહેરવા પર થપ્પડ

આ પણ વાંચો – Shocking / UAE માં બિન-મુસ્લિમ માટે Good News, લગ્નનાં રજીસ્ટ્રેશનને મળી મંજૂરી

તાજેતરમાં, કોરોનાનાં નવા વેરિઅન્ટ, Omicron, લોકોને ટેન્શનમાં મૂકી રહ્યુ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર લોકોને માસ્ક લગાવવા અને એકબીજાની વચ્ચે અંતર રાખવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન, અમેરિકાથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ માસ્ક ન પહેરવા બદલ 80 વર્ષનાં વૃદ્ધને થપ્પડ માર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, જ્યાં એક તરફ લોકો ફરી માસ્ક પહેરતા જોવા મળી રહ્યા છે, ત્યાં કેટલાક લોકોને માસ્ક લગાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે, પરંતુ અમેરિકાથી સામે આવેલી આ ઘટનાએ બધાનાં હોશ ઉડાવી દીધા છે.

Instagram will load in the frontend.

આ ઘટનામાં એક વૃદ્ધે માસ્ક ન લગાવવા પર આ મહિલા એટલી ગુસ્સો ભરાઈ ગઈ કે તેણે પોતાના હાથમાં કાયદો લઇ લીધો અને ફ્લાઈટમાં જ વૃદ્ધ વ્યક્તિને થપ્પડ મારી દીધો. આટલું જ નહીં વાયરલ વીડિયોમાં મહિલા પુરુષ પર થૂંકતી પણ જોવા મળે છે. મળતી માહિતી મુજબ, આ સમગ્ર હંગામો અમેરિકાનાં ફ્લોરિડાનાં ટેમ્પાથી જ્યોર્જિયાનાં એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટમાં થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલાએ ફ્લાઈટમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે મારપીટ કરી હતી. સાથે જ વીડિયો ફૂટેજ સામે આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે વ્યક્તિ માસ્ક વગર હતો. ધરપકડ કરાયેલી મહિલાનું નામ પેટ્રિશિયા કોર્નવોલ છે, જે FBI નાં હાથે ઝડપાઈ ગઈ છે.

માસ્ક ન પહેરવા પર થપ્પડ

આ પણ વાંચો – નાગાલેન્ડ હત્યાકાંડની તપાસ / આવતીકાલે સેનાની ટીમ મોનની મુલાકાત લેશે, સ્થાનિક સંસ્થાઓએ મૂકી આ શરત

ફ્લાઇટમાં વૃદ્ધને થપ્પડ મારવાની ઘટના 23 ડિસેમ્બરની હોવાનું કહેવાય છે. આ ઘટનામાં નોંધનીય બાબત એ છે કે માસ્ક નહીં પહેરવાના નામે લડાઈ લડી રહેલી મહિલાએ પોતે માસ્ક પહેર્યું નહોતુ. જણાવી દઇએ કે, તમામ એરલાઇન્સમાં માસ્ક પહેરવું ફરજિયાત છે, જો કે મુસાફરો ખાવા કે પીવા માટે માસ્ક દૂર કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, વૃદ્ધે જમતી વખતે માસ્ક હટાવી દીધું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા વડીલની સીટની સામે ઊભી છે અને ગુસ્સામાં ખરાબ રીતે વાતો કરી રહી છે. આ દરમ્યાન વૃદ્ધ અને મહિલા વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થાય છે. દરમ્યાન ગુસ્સામાં દેખાતી મહિલાએ વૃદ્ધને થપ્પડ મારે દેે છે. આ દરમ્યાન ફ્લાઈટમાં હાજર ક્રૂ મેમ્બર્સે મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માની નહીં.